
Patan: ભાજપ સરકાર દ્વારા મહિલા સુરક્ષા ,મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં આવી તમામ વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે. રાજ્યમાં દુષ્કર્મ, છેડતી અને અત્યાર , હેરાનગતિની ઘટનાઓ સામે આવી રહી છે. મહિલાઓ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી, મહિલા કર્મચારીઓ પણ સુરક્ષિત નથી. મોદીએ 22 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિવસ પર શિલાન્યાસ કર્યો હતો તે સિટી મ્યુઝિયમ સેક્સ કેન્દ્ર બની ગયું છે. જે જગ્યાએ મોદીએ સલામતી, સંસ્કૃતિની વાતો કરી હતી ત્યા સરકારના અધિકારીઓ મહિલાઓ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે.
પાટણમાં સાંસ્કૃતિક વારસાના દુરુપયોગના આરોપો
પાટણમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ કૌભાંડ સાથે જોડાયેલો છે. સંગ્રહાલયનું કૌભાંડ શાસન પર પ્રશ્નો ઉભા કરે છે. ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના દુરુપયોગના આરોપો લાગી રહ્યા છે. પાટણ સંગ્રહાલય પ્રોજેક્ટ પર રાજકીય અને નૈતિક પ્રશ્નો ઉભા થયા છે.
પત્રકાર દિલીપ પટેલે કર્યા મોટા ખુલાસા
ધ ગુજરાત રિપોર્ટના પત્રકાર દિલીપ પટેલના વિશેષ કાર્યક્રમ “કાલ ચક્ર” માં પાટણનું સિટી મ્યુઝિયમ સેક્સ કેન્દ્ર બની ગયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. પાટણ સંગ્રહાલયમાં સેક્સ પ્રવૃત્તિઓના આરોપો લાગ્યા છે. ભાજપ શાસન હેઠળ પાટણ શહેર સંગ્રહાલય પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમનો મોદીએ 22 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિવસ પર શિલાન્યાસ કર્યો હતો. ત્યારે મોદીનો સાંસ્કૃતિક પ્રોજેક્ટ કેવી રીતે વિવાદમાં ફેરવાયો તેના વિશે દિલીપ પટેલે અનેક ખુલાસા કર્યા છે. જુઓ વીડિયો..
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ










