Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • World
  • April 11, 2026
  • 0 Comments

Islamabad: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે ઇસ્લામાબાદમાં તા.10મી એપ્રિલ શુક્રવારે અમેરિકા અને ઈરાનની બેઠક મળવાની હતી પણ ઈરાને લેબનોન હુમલા સામે વિરોધ કરીને બેઠકમાં હાજરી આપવાનો ઇન્કાર કરતા બેઠક રદ થઈ હતી અને તા. 11 એપ્રિલે એટલે કે આજે નક્કી કરવામાં આવી છે,જોકે,ઈરાન આજેપણ બેઠકમાં હાજરી આપશે કે કેમ? તે હજુપણ સ્પષ્ટ નથી કેમકે ઈરાની ડેલિગેશન હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યું નથી.

બીજી તરફ આ બેઠક પહેલાજ પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસીફના ઇઝરાયેલ વિરોધી વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ થયો છે અને ઇઝરાયેલે પાકિસ્તાનને વળતી ટ્વીટ કરીને આડેહાથ લેતા મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા થયા છે. હવે આખા વિશ્વની નજર આજની બેઠક પર છે.

સીઝ ફાયર ડિકલેર થયા બાદ લેબનોન પર ઈઝરાયેલે હુમલો કરતા ઈરાને તેનો વિરોધ કરી સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ કહી રહયા છે કે સીઝ ફાયરમાં લેબનોનનો કોઈ સમાવેશ કરાયો ન હતો તેથી હુમલા ચાલુ રહેશે બીજી તરર ઈરાન કહે છે કે જો લેબનોનનો યુદ્ધ વિરામમાં સમાવેશ ન હોય તો સીઝ ફાયરનો કોઈ મતલબ રહેતો નથી, આમ, હવે શું આ બેઠક ખરેખર યોજાશે કે નહીં? તે સવાલ ઉભો થયો છે.

દરમિયાન,અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ પાકિસ્તાન આવવા રવાના થયા છે, તેમણે ઈરાનને પ્રામાણિકપણે વાતચીત કરવા અને કોઈ રમત ન રમવા વિનંતી કરી છે વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા ખુલ્લી વાતચીત માટે તૈયાર છે. જો કે, જો ઈરાન ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે, તો અમે કડક વલણ અપનાવશું જોકે, બેઠક પહેલા અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે કારણ કે ઈરાની પ્રતિનિધિમંડળ હજુ પાકિસ્તાન પહોંચ્યું નથી ત્યારે આજે શુ ફેંસલો આવે છે તેની ઉપર સૌની નજર છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!
  • April 11, 2026

IRGC: પાકિસ્તાનની સેરેના હોટેલમાં ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ અટકાવવા મામલે વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ ઈરાન બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અહેવાલો સૂચવે છે કે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી…

Continue reading
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!
  • April 11, 2026

■ ટ્રમ્પની હરકતોની કિંમત વિશ્વના દેશોએ ચૂકવવી પડશે. Hormuz: દુનિયામાં બધું બરાબર ચાલી રહ્યું હતું અને વેપારી ટ્રમ્પને ક્રૂડનો ધંધો કરવાનું શૂરાતન ઉપડ્યું આ માટે તેણે પહેલા કોઈપણ લેવાદેવા વગર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 2 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 3 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views

  • 5 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?