PM MODI એ ભક્તને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

PM Modi devotee wear shoes: વડાપ્રધાન મોદી કોઈને કોઈ સભામાં પોતાને અલગ દેખાડવા અને લોકોનું ધ્યાન ખેંચવા કંઈને કંઈ કિમિયો અપનાવતાં હોય છે. તે કોઈ પણ જગ્યાએ જાય તે કંઈને કંઈ ગતકડાં લાવી દેતાં હોય છે. ત્યારે આજે તેમણે પોતાના ભક્તોને જાતે બૂટ પહેરાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 14 એપ્રિલે હરિયાણાની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન હરિયાણાના કૈથલના રહેવાસી રામપાલ કશ્યપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ખુલ્લા પગે ગયા હતા. રામપાલ કશ્યપ છેલ્લા 14 વર્ષથી ખુલ્લા પગે ચાલે છે. આની પાછળ એક મોટો સંકલ્પ છે.

રામપાલ કશ્યપ મૂળ હરિયાણાના કૈથલ જિલ્લાનો રહેવાસી છે. તેમણે વર્ષ 2011 માં એક પ્રતિજ્ઞા લીધી હતી. તેમનું માનવું હતું કે નરેન્દ્ર મોદી જેવા નેતા જ દેશનું ભાગ્ય બદલી શકે છે. તેથી તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને અને ત્યારબાદ તેમને મળે તે માટે પ્રતિજ્ઞાના લીધી હોવાનું કહેવાઈ છે. ત્યારથી તેઓ ચપ્પલ પહેરતાં ન હતા. જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તે કોઈને ખબર નથી.

14 વર્ષ જૂનું વચન પૂર્ણ થયું

આ પ્રતિજ્ઞાના 14 વર્ષ પછી પૂરી થઈ છે. રામપાલ કશ્યપ ઠંડીથી લઈને ગરમી સુધી અને વરસાદની ઋતુમાં પણ ખુલ્લા પગે ચાલતા હતા. કહેવાય છે કે તે પોતાના સંકલ્પ પર અડગ રહ્યા. અને અંતે  14 વર્ષે મોદીના હાથે બૂટ પહેર્યા છે. PM મોદી રામપાલને પૂછ્યું, કે અરે ભાઈ, તમે આવું કેમ કર્યું. હવે પછી આવું ન કરતો.  આ પછી મોદીએ પોતે રામપાલને પોતાના હાથે જૂતા પહેરાવ્યા. જો આ ઘટનામાં પણ પહેલેથી ગોઠવણ હશે તેવી શંકા સેવાઈ રહી છે.

મોદીએ કહ્યું પ્રતિજ્ઞા લેવાને બદલે કાર્ય કરવાની..

પીએમ મોદીએ X પર રામપાલ કશ્યપ સાથેની તેમની મુલાકાતનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું, ‘આજે મને હરિયાણાના યમુનાનગરમાં કૈથલના રામપાલ કશ્યપજીને મળવાની તક મળી.’ તેમણે 14 વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે ‘જ્યાં સુધી મોદી વડા પ્રધાન ન બને અને તેમને ન મળે ત્યાં સુધી હું જૂતા પહેરીશ નહીં.’ આજે મને તેને જૂતા પહેરાવવાની તક મળી. હું આવા બધા મિત્રોની ભાવનાઓનો આદર કરું છું, પણ હું તેમને વિનંતી કરું છું કે આવી પ્રતિજ્ઞા લેવાને બદલે, તેમણે કોઈ સામાજિક કે રાષ્ટ્રીય કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.

જો કે વારંવાર લોકોનું ધ્યાન ખેંચવામાં રચ્યાપચ્યા રહેતાં મોદી પર આ ઘટનના પર વિશ્વાસ કોણે કરેશે તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો:

ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Dakor: ડોક્ટર પર હુમલો કરવાની ઘટનામાં ત્રણ શખ્સોની ધરપકડ, કેટલાંક ફરાર

 

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!