PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

PM Modi: ઈરાન યુદ્ધ વ્યાપક બન્યું છે અને ભારે ખુવારી થઈ છે અને ઈરાને વિશ્વભરના જહાજો જ્યાંથી પસાર થાય છે તે હોર્મૂઝ સ્ટ્રેટ બંધ કરી ગેસ-તેલ ભરેલા જહાજો ત્યાં અટકાવી દીધા છે જેથી હાલ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની ચેઇન ખોરવાઈ જતા આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભારતમાં પણ ગેસની કટોકટી સર્જાતા ભારતની વિનંતી પર હાલ પૂરતા બે જહાજને ત્યાંથી ભારત આવવા પરમિશન અપાઈ છે બાકીના જહાજ હજુ ત્યાં ફસાયેલા છે.

ઈરાન ભારતનું ઐતિહાસિક સાથી રાષ્ટ્ર રહ્યું છે પણ આ રાષ્ટ્ર ઉપર હુમલો કરનાર ઈઝરાયેલના પીએમ મોદી ગેસ્ટ બન્યા અને સર્વોચ્ચ એવોર્ડ મેળવ્યો તે આખી દુનિયાએ જોયું અને જેવા મોદી ત્યાંથી નીકળ્યા અને ઈઝરાયેલે ભારતના મિત્ર રાષ્ટ્ર ઈરાન ઉપર મોટો હુમલો કરી દીધો.

વડાપ્રધાન મોદી ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર 25 થી 26 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ઈઝરાયલની સત્તાવાર મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી વધારવામાં આવ્યા હતા.
પીએમ મોદીની મુલાકાત પૂરી થયાના માત્ર બે દિવસ બાદ, 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) હેઠળ પ્રચંડ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા.

હવે સવાલ એ થાય કે આપણી પાસે આવડું મોટું ગુપ્તચર વિભાગ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ હોવાછતાં ઈઝરાયેલની આ ગુપ્તતા અંગે કેમ ખ્યાલ ન આવ્યો, બીજું કે મોદી ભેરવાઈ ગયા અને બાદમાં અયાતુલ્લા અલી ખામેનેઈનના મોત બાદ શોક સંદેશો ન પાઠવ્યો કે ન તો ઈરાન ઉપર હુમલાનો વિરોધ કર્યો અને એટલેથી પણ આગળ ભારત આવેલા ઈરાની અતિથિ જહાજને અમેરિકાએ તોડી પાડ્યું ત્યારે પણ કઈ ન બોલ્યા અને ઈરાની શાળા ઉપર હુમલો થયો અને સેંકડો વિદ્યાર્થીનીઓના મોત મામલે પણ મૌન રહયા ત્યારે ઇરાનને લાગ્યું કે ભારત ખરેખર તેમની સાથે નથી જોકે, પાછળથી ભારતીય વિભાગે ખામેનીને શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યકત કર્યુ પણ ત્યારે મોડું થઈ ગયું હતું.
આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાની અને ડૉ. રાકેશ પાઠકે વિસ્તુત વિશ્લેષણ કર્યું હતુ જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.
  • March 13, 2026

LPG: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેલ અને ગેસની આયાત ખોરવાઈ જતા તેની ગંભીર અસરો ભારતના બજાર ઉપર પડી છે ગેસનો પૂરવઠો ખોરવાઈ જતા લોકો…

Continue reading
Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો
  • March 12, 2026

Iran War: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ હાલ અત્યંત ગંભીર અને સ્ફોટક તબક્કામાં છે, 12 માર્ચ, 2026 સુધીના તાજા અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ છે ગેસ-તેલની અછત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

  • March 14, 2026
  • 1 views
PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

  • March 14, 2026
  • 4 views
Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

  • March 14, 2026
  • 5 views
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

  • March 14, 2026
  • 10 views
Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • 8 views
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.