
PM Modi in Gujarat: ગુજરાતમાં એક સમય હતો કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોઈપણ ખૂણે આવે એટલે ભાજપમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ રચાતો હતો પણ હવે એવું રહ્યું નથી મોદીજી બે દિવસથી ગુજરાત મુલાકાતે છે તો પણ કાર્યકરોમાં ઉત્સાહ નથી અને જાણે કોઈ નોંધ પણ લેતું ન હોય તે રીતે ચલાલા ભાજપમાં જૂથવાદ વકર્યો છે અને ભાજપ વિરુદ્ધ ભાજપ અભિયાન ચાલી રહ્યું છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકી છે અને હાલ મોદી ગુજરાતમાં જ છે ત્યારે પણ રાજકોટમાં ભાજપના કેટલાક આગેવાનો ભાજપ સાથેનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે,આ વાત સંગઠન માટે ખૂબ મોટી છે અને સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની વિદાય બાદ જાણે કોઈ કોઈ ઉપર કંટ્રોલ રહ્યો હોય તેવું જણાતું નથી ટૂંકમાં એક સમયે શિસ્તના નામે બધા ફફડતા હતા તે સમય હવે જૂનો થઈ ગયો છે અને અગાઉ જે કોંગ્રેસની ઇમેજ હતી તેવી કોઈ કંટ્રોલ વગરની ઇમેજ ભાજપની બની ગઈ છે.
રાજ્યમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ઠેરઠેર અસંતોષ અને જૂથવાદ સપાટી ઉપર આવી રહ્યો છે અને ભંગાણ પડવાનું શરૂ થયું છે ત્યારે રાજકોટમાં પણ ભાજપના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા ભાજપને ઝટકો લાગ્યો છે.
રાજકોટમાં ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં શહેર અને જિલ્લાના આગેવાનો જોડાયા હોવાની વાત સામે આવી છે.જે ભાજપના આગેવાનો જોડાયા છે તેમાં નરેન્દ્ર રાઠોડ, (જિલ્લા પંચાયત કારોબારી સભ્ય,ભાજપ), રમેશ હાપલીયા (તાલુકા પૂર્વ પ્રમુખ, ભાજપ કિસાનસંઘ)ભીખા મેઘાણી (પૂર્વ સરપંચ,મોટા મવા) ખોડાભાઈ સોલંકી,(કારોબારી સભ્ય,કોટડા) તેમજ દ્વિજેન પટેલ, (વોર્ડ 11 પ્રભારી ભાજપ)સહિત ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયાએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તમામને આપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ભાજપનો આંતરિક જૂથવાદ પક્ષ પલટામાં પરીણમ્યો છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપને આ મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તેઓ તમામને આપ નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ જ ભાજપમાં ઠેરઠેર અસંતોષની આગ જોવા મળી રહી છે અને અત્યારસુધીમાં અનેક ભાજપના આગેવાનો પક્ષ સાથે છેડો ફાડી ચુક્યા છે.
નોંધનીય છે કે રાજ્યની છ મહા નગરપાલિકાઓ ની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે.આ વખતે મહત્ત્વની વાત એ છે કે, નવી મહાનગરપાલિકાઓ સહિત કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી બહાર પાડવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં કુલ 192 બેઠકો માંથી 50 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે પછાત વર્ગ માટે 52 બેઠકો અનામત રખાઈ છે. નવી રચાયેલી મહાપાલિકાઓના રોટેશન હજી જાહેર થવાના બાકી છે તેવે સમયે ભાજપમાં અગાઉ થીજ ભંગાણ પડવાની વાતો સામે આવી રહી છે.
આ પહેલા સિક્કા નગરપાલિકા માંથી પણ આઠ કોર્પોરેટર ભાજપ માંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા આ સિવાય બળવો કરવો કે રાજીનામા આપવા જેવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સંગઠન ઉપર કેવી રીતે કાબુ મેળવશે?તે એક સવાલ છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!








