પીએમ મોદી ફ્રાન્સ-અમેરિકાના પ્રવાસ માટે થયા રવાના; જતા પહેલા કહ્યું- ટ્રમ્પને મળવા ઉત્સાહિત છું

  • India
  • February 10, 2025
  • 1 Comments
  • પીએમ મોદી ફ્રાન્સ-અમેરિકાના પ્રવાસ માટે થયા રવાના; જતા પહેલા કહ્યું- ટ્રમ્પને મળવા ઉત્સાહિત છું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. તેઓ 10થી 14 ફેબ્રુઆરી સુધી વિદેશ પ્રવાસ પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ આજથી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને 12થી 14 ફેબ્રુઆરી સુધી અમેરિકાની મુલાકાત લેશે.

અમેરિકામાં વસતા ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કર્યા પછી પ્રથમ વખત પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. તેવામાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત ખાસ રહેશે તો ભારત સહિત વિશ્વની નજર તેમના ઉપર ટકેલી છે. અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયો સાથે કરેલા દૂર્વ્યવહારના કારણે પીએમ મોદી સહિત ભારતની છબી ઉપર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. તેવામાં ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત ખુબ જ ખાસ રહી શકે છે.

તો આગામી દિવસોમાં અમેરિકા દ્વારા અન્ય 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો હોવાથી ફરીથી એક વખત ભારતીયો સાથે અમાનવિય વર્તન કરવામાં ન આવે તે અંગે પણ વાતચીત કરવામાં આવી શકે છે.

વિદેશ પ્રવાસ જતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મારા પહેલા કાર્યકાળ દરમિયાન તેમની સાથે કામ કરવાની યાદો ખૂબ જ મધુર છે.

પીએમ મોદીએ પોતાની મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવાની એક મહત્ત્વપૂર્ણ તક ગણાવી છે. મોદીએ કહ્યું કે, બંને દેશો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો મુદ્દો તેમની યુએસ મુલાકાત દરમિયાન એજન્ડામાં સામેલ કરવામાં આવશે.

તેઓ આજે સાંજે ફ્રાન્સ પહોંચશે. આ તેમની ફ્રાન્સની છઠ્ઠી મુલાકાત છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી તેઓ પહેલી વાર ફ્રાન્સ જઈ રહ્યા છે. પીએમ છેલ્લે 2023માં રાષ્ટ્રીય દિવસ (બેસ્ટિલ ડે) કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફ્રાન્સની મુલાકાતે ગયા હતા.

વડાપ્રધાન મોદીના માનમાં ફ્રેન્ચ સરકારે 10 ફેબ્રુઆરીના રોજ પ્રખ્યાત એલિસી પેલેસ ખાતે VVIP ડિનરનું આયોજન કર્યું છે. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સહિત કેટલાક અન્ય દેશોના નેતાઓ હાજર રહેશે.

11 ફેબ્રુઆરીના રોજ પીએમ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. આ સમિટ 2023માં બ્રિટનમાં અને 2024માં દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી.

સમિટમાં AI ના જવાબદાર ઉપયોગ પર ચર્ચા કરવામાં આવશે, જેથી તે લોકોના કલ્યાણ માટે ઉપયોગી થઈ શકે અને તેના જોખમોને નિયંત્રિત કરી શકાય. આ સમય દરમિયાન વૈશ્વિક રાજકારણ પર પણ ચર્ચા થઈ શકે છે. પીએમ મોદી ફ્રાન્સના ઉદ્યોગપતિઓને મળી શકે છે.

આ પણ વાંચો- મણિપુર: હિંસા ફાટી નિકળવાથી લઈને સીએમ એન બિરેન સિંહના રાજીનામા સુધી; પાછલા 21 મહિનાઓમાં શું-શું થયું?

  • Related Posts

    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
    • March 24, 2026

    Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

    Continue reading
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
    • March 23, 2026

     Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

    • March 25, 2026
    • 2 views
    Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

    Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

    • March 25, 2026
    • 3 views
    Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

    PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

    • March 25, 2026
    • 4 views
    PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

    • March 25, 2026
    • 4 views
    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    • March 24, 2026
    • 6 views

    • 13 views
    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!