
PM Modi News: વડાપ્રધાન મોદીએ ચીનથી પાછા ફર્યા પર ફરી વિપક્ષ પર આક્ષેપો કરવાનું શરુ કરી દીધુ છે. આજે ભારત પહોંચેલા મોદીએ વિલા મોઢે દાવ કર્યો છે કે વિપક્ષે મારી માતા, જે હવે આ દુનિયામાં નથી તેને ગાળો બોલી. દાવો કર્યો કે બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
ત્યારે આ આરોપોને અરુણાચલ પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમખ ચુકુ નાચીએ પડકાર્યો છે, તેમણે પૂછ્યું રાહુલ ગાંધીએ વડાપ્રધાનની માતાનું અપમાન ક્યારે અને ક્યાં કેવી રીતે કર્યું અને ભાજપ પર વાસ્તવિક જાહેર મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓ, ખાસ કરીને રાહુલ ગાંધી અને આરજેડી-કોંગ્રેસ ગઠબંધન, પર તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટના બિહારના દરભંગામાં 27 ઓગસ્ટ, 2025ના રોજ રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન બની હોવાનું કહેવાય છે. મોદીના જણાવ્યા અનુસાર, આરજેડી-કોંગ્રેસના મંચ પરથી તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને ભાજપે “ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને માતાના સન્માન સામેનું અપમાન” ગણાવ્યું છે. આ વિવાદે રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે, જેમાં બંને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચલાવી રહ્યા છે.
વિપક્ષ પર વડાપ્રધાનની માતાને ગાળો બોલવાનો આરોપ
देखें वीडियो, PM मोदी ने लोगों से भावुक होकर कहने लगे, कांग्रेस-RJD ने मेरी मां को गाली दी.
#NarendraModi #RahulGandhi #TejashwiYadav #BiharNews #Bihar #BJPvsRJD pic.twitter.com/uARd4Zoycy
— Live Cities (@Live_Cities) September 2, 2025
વડાપ્રધાન મોદીએ બિહારના એક જનસભામાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન દરભંગામાં એક વીડિયો સામે આવ્યો, જેમાં કેટલાક અજ્ઞાત વ્યક્તિઓએ તેમની અને તેમની માતા હીરાબેન વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતાઓ, જેમ કે ગૃહમંત્રી અમિત શાહ અને રવિશંકર પ્રસાદ,એ આ ઘટનાને “અત્યંત શરમજનક” ગણાવી અને રાહુલ ગાંધી તથા આરજેડી નેતા તેજસ્વી યાદવ પાસે જાહેર માફીની માગણી કરી. ભાજપના સમર્થકોનો આક્ષેપ છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ આ અપમાનમાં ભાગ લીધો હતો, જોકે આ માટે કોઈ નક્કર પુરાવા રજૂ થયા નથી.
કોંગ્રેસનો પ્રતિકાર અને અરુણાચલ પ્રદેશનું વલણ
આ આરોપોનો સખત વિરોધ કરતાં અરુણાચલ પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચુકુ નાચીએ ભાજપના દાવાઓને “બનાવટી” અને “જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ” ગણાવ્યા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “રાહુલ ગાંધીએ ક્યારે, ક્યાં અને કેવી રીતે વડાપ્રધાનની માતાને ગોળો બોલી? ભાજપે આ માટે કોઈ ચોક્કસ પુરાવા રજૂ કરવા જોઈએ.” નાચીએ ભાજપની “બેટી બચાઓ, બેટી પઢાઓ” નીતિ પર પણ આકરા પ્રહારો કર્યા, જણાવતાં કે, “દેશમાં મહિલાઓની સુરક્ષા અને સન્માનની વાતો માત્ર દેખાડો છે. બેટીઓ ક્યાં બચી રહી છે? શું તેમને ખજાનાની જેમ સાચવવામાં આવે છે?” તેમણે ભાજપને ચેતવણી આપતાં કહ્યું, “સત્તાની ખુરશી પર બેઠેલા સંભાળીને બેસો, નહીં તો જનતા જાગશે અને ખુરશી ડૂબશે.”
‘વોટર અધિકાર યાત્રા’નું ધ્યાન ભટકાવવાનું “ષડયંત્ર”
કોંગ્રેસે આ ઘટનાને ભાજપનું “ષડયંત્ર” ગણાવીને નકારી કાઢી. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી અને પવન ખેડાએ દાવો કર્યો કે આ ઘટના ભાજપે જ રચેલી છે જેથી રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’નું ધ્યાન ભટકાવી શકાય. તેમણે આશંકા વ્યક્ત કરી કે ભાજપે પોતાના એજન્ટો દ્વારા આવું કરાવ્યું હોઈ શકે. કોંગ્રેસે એમ પણ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ ભૂતકાળમાં સોનિયા ગાંધી અને ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ટીપ્પણી કરી છે. મોદીએ શશી થરુરની પત્ની પર “50 કરોડની ગર્લફ્રેન્ડ” અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેના પર ક્યારેય માફી નથી માંગી. કોંગ્રેસે આ મુદ્દાને ‘વોટ ચોરી’ના આરોપોને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો, જેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી આયોગ અને ભાજપ પર મતદાર યાદીઓમાં હેરફેરનો આરોપ લગાવ્યો હતો.
મોદીની ચીન મુલાકાત, અરુણાચલને ખતરો?
અરુણાચલ પ્રદેશના સ્થાનિક લોકોમાં ચીન સાથે મોદી સરકારની વધતી નિકટતા અંગે નારાજગી હોવાનું પણ જોવા મળે છે. ચીનના અરુણાચલ પરના દાવાઓને ધ્યાનમાં રાખીને, ઘણા લોકો માને છે કે આ મિત્રતા રાજ્યની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. આ મુદ્દો અરુણાચલના રાજકીય વાતાવરણમાં વધારે ગરમી ઉમેરી રહ્યો છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો