
Viral Video: નેપાળમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે દેશની રાજધાની કાઠમાંડૂ અને અન્ય મુખ્ય શહેરોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ભ્રષ્ટાચાર, શોષણ, બેરોજગારી, મોંઘવારી અને સરકારી અન્યાય વિરુદ્ધ યુવાનોના આંદોલનથી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે, પરંતુ પ્રદર્શનકારીઓનો રોષ શાંત થતો દેખાતો નથી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં નેપાળી યુવતીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં નેપાળમાં હિંદુ રાજતંત્ર પુનઃસ્થાપિત કરવા માટે દબાણનો ઉલ્લેખ છે. આ વીડિયો 10 સપ્ટેમ્બરે શેર થયો છે અને તેની ચર્ચા વૈશ્વિક સ્તરે થઈ રહી છે.
“जो कौम अपना इतिहास नही जानती
वो कौम कभी इतिहास नही बना सकती ”
डॉ बाबासाहेब आंबेडकरजब व्यक्ती सच से परिचित होता है. अपने इतिहास कॊ जान लेता है. तब वो अपने संस्कृती, इतिहास, अपने अस्तित्व कॊ बचाने के लिए मैदान मे उतरता है.
पता नही हमारे बौद्ध कब जागेंगे??? 😞
नमो बुध्दाय 🪷☸️ https://t.co/yIBoZCOWVx pic.twitter.com/peBCtpzA54— Pinkyyy🪷⛩️☸️ (@Priyankaa593107) September 10, 2025
વીડિયોમાં એક નેપાળી યુવતી કેમેરા સામે બોલીને મોદી સરકારને સીધી સંબોધિત કરે છે. તે કહે છે, “તમે નેપાળમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવા માટે કેમ દબાણ કરી રહ્યા છો? નેપાળના લોકો ડેમોક્રસી ઈચ્છે છે, રાજતંત્ર કે હિંદુ રાજ્ય નહીં. રાજા અહીં પહેલાં જ મરી ગયા છે. અમારો દેશ લોકશાહી છે, અમે બૌદ્ધ અને પ્રકૃતિ પૂજક છીએ. ભારતમાં તમે હિંદુ રાષ્ટ્ર નથી બનાવી શકતા, તો અમારા નેપાળમાં કેમ દબાણ કરો છો? નેપાળ ભારત નથી.”
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને તેને લઈને ચર્ચા ચાલી રહી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આ આક્ષેપો નેપાળમાં ચાલી રહેલા પ્રો-મોનાર્કી પ્રદર્શનો સાથે જોડાયેલા છે, જેમાં હિંદુ રાષ્ટ્ર અને રાજા જ્ઞાનેન્દ્ર શાહની પુનઃસ્થાપનાની માગણી કરવામાં આવી છે. નેપાળ 2008માં રાજતંત્ર અને હિંદુ રાષ્ટ્રનું ટૂંકણું કરી લોકશાહી બન્યું હતું, પરંતુ તાજેતરના પ્રદર્શનોમાં કેટલાક જૂથો રાજતંત્ર પાછું લાવવા માગે છે. ભારત પર દબાણના આક્ષેપો વચ્ચે, ભારતીય રાજદૂતાવાસે શાંતિની અપીલ કરી છે, પરંતુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
યુએનના હ્યુમન રાઇટ્સ કમિશનર વોલ્કર તર્કે કહ્યું કે, “હિંસા કોઈ જવાબ નથી. સુરક્ષા બળોને માનવ અધિકારોનું પાલન કરવું જોઈએ.” અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોએ નેપાળ સાથે વાતાચૂત કરવાની અપીલ કરી છે. ચીન અને ભારત, નેપાળના પડોશીઓ તરીકે, આ અસ્થિરતાના કારણે ચિંતિત છે, કારણ કે નેપાળની સ્થિતિ તેમના વ્યૂહાત્મક હિતોને અસર કરે છે. ચીને હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, જ્યારે ભારતે નેપાળના લોકોની સ્થિરતા અને વિકાસ માટે સમર્થનની વાત કરી છે. ( ‘ધ ગુજરાત રિપોર્ટ’ આ વીડિયોની પુષ્ટી કરતું નથી)
આ પણ વાંચો:
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…
Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો









