
- દિલ્હી દરબારમાં બીજેપી પરત ફરતાં પીએમ મોદી કરશે કાર્યકરોને સંબોધિત
નવી દિલ્હી: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 48 બેઠકો જીતી છે. AAPને ફક્ત 22 બેઠકો મળી છે. આ જીત પછી પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાર્યકરોને સંબોધિત કરશે. તેથી અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ મુખ્યાલય પહોંચી ગયા છે.
AAPના અગ્રણી ચહેરાઓએ હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં પૂર્વ CM અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ CM મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ, અવધ ઓઝાનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું- હું ભાજપને જીત માટે અભિનંદન આપું છું. લોકોએ તેમને બહુમતી આપી છે. મને આશા છે કે તે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. અમે શિક્ષણ, પાણી અને વીજળીના ક્ષેત્રમાં કામ કર્યું છે. જનતાએ અમને નિર્ણય આપ્યો છે.
કેજરીવાલે કહ્યું કે અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું. અમે લોકોના સુખ-દુઃખમાં મદદરૂપ થઈશું. અમે રાજકારણ માટે સત્તામાં નથી આવ્યા. અમે લોકોના સુખ-દુઃખમાં ભાગ લેવા આવ્યા છીએ. હું તમારા બધા કાર્યકરોને અભિનંદન આપવા માંગુ છું. તેમણે મોટાભાગની મહેનત કરી છે. તેમણે શાનદાર રીતે ચૂંટણી લડી, તેમને અભિનંદન.
આ પણ વાંચો- VIDEO: અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવકોના સાઉથ આફ્રિકામાં મોત







