શિકારી જ બની ગયા શિકાર; નકલી ચલણી નોટ સાથે પોલીસે ત્રણને ઝડપી પાડ્યા

  • Gujarat
  • December 15, 2024
  • 0 Comments

ગુજરાતમાં નકલી ચીજ-વસ્તુઓથી લઈને સરકારી કચેરી, કોર્ટ, કોલેજથી લઈને પોલીસ અને ઇડીના અધિકારીઓ સુધી પકડાઈ ચૂક્યા છે. તો નકલી ચલણી નોટો પકડાવવાનો પણ સિલસિલો પણ યથાવત રહ્યો છે. નોટબંધી કરવા પાછળ નકલી ચલણી નોટો પર તરાપ મારવાનું કહેવામાં આવ્યું હતુ. પરંતુ ગુજરાતમાં તો નકલી ચલણી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. એક વખત ફરીથી સુરતમાંથી નકલી ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં નકલી ચલણી નોટો ખુલ્લેઆમ સોશિયલ મીડિયા ઉપર વેચાઈ રહી છે. ફેસબુક સુધીમાં નકલી ચલણી નોટો અસલી નોટના બદલામાં વેચાતી હોવાની જાહેરાતો પણ જોવા મળી રહી છે. આ એક સંપૂર્ણ ઠગાઇ કરવાનો રસ્તો છે. આમાં 50 હજાર રૂપિયામાં બે લાખ રૂપિયાની અસલી જેવી જ નકલી ચલણી નોટો આપવાનું કહેવામાં આવે છે. પરંતુ અંતે તો ચિલ્ડ્રન બેંકની નોટો જ પધરાવવામાં આવે છે.

આવા જ એક કેસમાં સુરત પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. અહીં તો ઠગાઇ કરવા આવેલા એટલે કે શિકારી પોતે જ પોલીસના શિકાર બની ગયા છે.

મળી રહેલી માહિતી અનુસાર, સુરતના નિયોલ ચેક પોસ્ટ ખાતેથી ત્રણ યુવકોને પોલીસે નકલી નોટોના બંડલો સાથે ઝડપી પાડ્યા હતા. સારોલી પોલીસે માહિતીના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા ત્રણ યુવાન 500 અને 200ની 63872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ અંગે પોલીસે વધુ તપાસ કરતાં જણાવા મળ્યુ છે કે, નકલી નોટોનો છેડો મુંબઈ સુધી પહોંચે છે. પોલીસ દ્વારા ઝડપાયેલા યુવાનોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમને મુંબઈના વિલેપાર્લેમાં એક વ્યક્તિ મળ્યો હતો જેણે અમને આ નકલી નોટોના બંડલો આપ્યા હતા. તેણે અમને આ બંડલોની ડિલીવરી સુરત રેલવે સ્ટેશને આપવાની કહી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે હવે મુંબઈના અહેમદનગરના યુવાનની સંડોવણી ખુલી છે જેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે (14મી ડિસેમ્બર) સાંજે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની જડતી લેતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા.

પોલીસે ત્રણેય પાસેની બેગની જડતી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા. બેન્કમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય તે રીતે મળેલા આ બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મુકેલી હતી.

પોલીસે રૂપિયા 500ની અસલી 86 નોટ, રૂપિયા 200ની અસલી 42 નોટ, મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની 500ની 42914 અને 200 ની 20958 નોટ કબજે કરી હતી. ત્રણેયની પુછપરછ કરતા દત્રાત્રેય રોકડેએ જણાવ્યું હતું કે અહમદનગરના બુરડગાંવમાં રહેતા રાહુલ મહાદેવ કાલેએ અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા 500 અને 200 રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું.

રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં આ બંડલો ફરતા કરી સરખે હિસ્સે નફો આપવાનું પણ કહ્યું હતું અને ડિલિવરી પેટે 10 હજાર રૂપિયા કમિશન આપવા કહ્યું હતું. તે શુક્રવારે રાત્રે ત્રણેયને મુંબઈના વિલેપાર્લે બસ સ્ટેશન ખાતે નોટોના બંડલો ભરેલી બેગો આપી ગયો હતો. ત્રણેય લકઝરી બસમાં સુરત આવ્યા હતા અને નિયોલ ચેક પોસ્ટ પહેલા ઉતરી ચાલતા ચાલતા સુરત તરફ આવતા હતા. ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા.

સારોલી પોલીસે ઝડપેલા ત્રણ યુવાનો પૈકી હાલ જોગેશ્વરીમાં રહેતો મૂળ પૂણેનો ગુલશન અજીત ગુગલે અગાઉ એક્સીસ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. બેન્કે તેને કોલકત્તા ટ્રાન્સફર આપતા તેમણે નોકરી છોડી દીધી હતી અને હાલ તે બેકાર છે. કમિશનની લાલચમાં તે અહીં આવ્યો હતો.

અગાઉ પણ એક યુવાન 500ના ચાર બંડલ સાથે ઝડપાયો હતો. દિવાળી સમયે લોકોને ભોળવી નકલી નોટના બંડલ પધરાવી ઠગાઈ કરવા માટે ઉપર અને નીચે 500 રૂપિયાની અસલી નોટ મૂકી વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકી તેના ચાર બંડલ તૈયાર કરી તેની ડિલિવરી કરવા જલગાંવથી સુરત આવેલા ફારૂક બિસ્મીલાને સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસે બંડલની ડિલિવરી લેવા આંધ્ર પ્રદેશના એલુરથી આવેલા બેકાર યુવાન મનોહર અક્કલાને રેલવે સ્ટેશન પાસેથી છઠ્ઠી ઓક્ટોબરે ઝડપી લીધો હતો.

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 8 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?