
Gujarat Police Recruitment:સરકારી નોકરી અને તેમાંય પોલીસમાં જવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે, ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 13,591 પોસ્ટ માટે ભરતી થનાર છે, જેમાં PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે,ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 જગ્યા માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2ની ભરતી છે,ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હોય તેવા ઉમેદવારો PSI માટે અરજીપાત્ર છે.
લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે જેમાં ધો.12 પાસ ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે.
તા.3 ડિસેમ્બર બપોરે 2:00 વાગ્યાથી લઈ તા.23 ડિસેમ્બર 2025 સુધી રાત્રે 11:59 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે,ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
હાલમાં પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છતા યુવાનો વહેલી સવારે કસરત અને દોડવા જઈ રહયા છે અને તેઓનું સપનું હોય છે કે એક દિવસ તે પણ ખાખી વરદી પહેરશે.
આમ,આવા ઉમેદવારો માટે હવે તક આવીને ઉભી છે ત્યારે તેઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:






