
■જીગ્નેશ મેવાણીને પાડવા ‘ટાંટિયાખેંચ’ શરૂ થઈ હોવાના અહેવાલો શુ સૂચવે છે?મેવાણી અધ્યક્ષ ન બને તેવા પ્રયાસો કોણ કરી રહ્યું છે?
■યુવા અને આક્રમક નેતા જીગ્નેશ મેવાણીને કાર્યકારી અઘ્યક્ષ બનાવવા મામલે કોંગ્રેસ પ્રદેશના બે જૂથો સામ સામે હોવાની વાત વચ્ચે મામલો દિલ્હી પહોંચ્યો?
Politics news: ગુજરાતમાં કોગ્રેસનું પ્રદર્શન પહેલેથી જ નબળું રહ્યું છે અને ચીલાચાલુ વિરોધ કરવો અને પોલીસ વાન આવે તે પકડે અને છોડી મૂકે જેવા દ્રશ્યો વારંવાર મીડિયામાં લોકોએ જોયા છે પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી ત્યારે છેલ્લા કેટલાક સમયથી ચિત્ર થોડું પલટાયુ છે અને પહેલીવાર જાણે સટીક પોઇન્ટ ઉપર કોંગ્રેસે કઈક એવું કર્યું છે જેનાથી ભાજપનું ટેંશન વધી ગયું છે અને તે છે
કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણી કે જેઓએ ભાજપની જાણે દુઃખતી નસ પકડી લીધી છે અને જે રીતે દારૂ-ડ્રગ્સ અભિયાન ચલાવ્યું છે તે દ્રશ્યોથી મેવાણી જાણીતા બની ગયા છે, મેવાણીની લોક પ્રિયતા વધતી જાય છે ત્યારે બીજી તરફ મેવાણીને પાડવા હવે કોંગ્રેસમાં જ ટાંટિયા ખેંચ શરૂ થઈ રહી હોવાના મીડિયા અહેવાલોએ રાજકીય છાવણીઓમાં હલચલ મચાવી દીધી છે.
મહત્વનું છે કે હાલ ગુજરાતમાં હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હાથમાં પક્ષની કમાન સોંપતા હવે અમિત ચાવડા પોતાની રીતે કામ કરી રહયા છે અને તેમને હવે કોઈને પૂછવાનું થતું નથી તેથી તેઓએ એક ટીમ રેડી કરી અને એકડે એકથી ભાજપ સામે લડવાની રણનીતિ બનાવી તેઓએ આ ટીમમાં જીગ્નેશ મેવાણી ઉપરાંત લાલજી દેસાઇ, ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ, વિમલ ચુડાસમા સહિત અન્ય આક્રમક નેતાઓને સામેલ કર્યાં છે અને સ્ટારિંગ જ આક્રોશ રેલીથી શરૂઆત કરી જેમાં મુખ્ય મુદ્દો હતો ‘ડ્રગ્સ અને દારૂ’ વેચાણ બંધ કરાવવાની સરકારને ફરજ પાડવી કારણ કે ગુજરાતમાં આ બન્ને વસ્તુના વેચાણ ઉપર પ્રતિબંધ છે જેનો અમલ કરાવવા માટે જંગ છેડી દીધો અને તેને વ્યાપક જનસમર્થન પણ મળ્યુ હવે બીજો રાઉન્ડ ચાલુ છે ત્યારે અમિત ચાવડાની ટીમ સફળ થઈ રહી છે આવા સમયે કોંગ્રેસમાં બે જૂથ પડયાની વાતો સામે આવી રહી છે.
જીગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ નહીં બનાવવા મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જ કામે લાગ્યા હોવાની વાતો ચર્ચામાં છે અને આ એક પદ માટે હાલ પ્રદેશ કોંગ્રેસના માળખાની રચના અટકી પડી હોવાનું કહેવાય છે.
કોંગ્રેસના બે જૂથ પૈકી વિરોધી જૂથ ઈચ્છે છે કે પ્રદેશ કોંગ્રેસના માળખામાં કાર્યકારી અઘ્યક્ષ નામનો કોઈ હોદ્દો જ ન હોવો જોઇએ.
આમ જનતામાં લોકપ્રિય બની રહેલા જિજ્ઞેશ મેવાણીને જ પાડવા માટે એક જૂથ સક્રિય થયુ હોવાની વાતો વચ્ચે મામલો દિલ્હી પહોંચ્યો હોવાનું કહેવાય છે.
અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં જૂથવાદ વકરતા હવે આગળ શું થશે તેતો સમયજ કહેશે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?










