
Popat Sorathiya Case: ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ 19 સપ્ટેમ્બર, શુક્રવારે રાતે 8 વાગ્યા પહેલાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહને આત્મસમર્પણ માટે એક અઠવાડિયાનો સ્ટે આપ્યો હતો, પરંતુ સામા પક્ષની અરજી પર શુક્રવારે સવારે 10:30 વાગ્યે થયેલી સુનાવણીમાં આ સ્ટે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
ગોંડલથી જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવશે
કોર્ટના આદેશ મુજબ, અનિરુદ્ધસિંહે રાતે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનું હતું, જેનું પાલન કરતાં તેમણે ગોંડલ કોર્ટમાં હાજર થયા હતાા. હવે તેમને ગોંડલથી જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવી શકે છે.
શું હતો પોપટ સોરઠીયા કેસ?
1988માં ગોંડલમાં ધ્વજવંદનના એક કાર્યક્રમ દરમિયાન પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાછળથી તેમની સજા માફ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ માફીને ગેરકાયદે ગણાવી, અનિરૂદ્ધસિંહને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા અને તેમનો પાસપોર્ટ જમા કરાવવા હુકમ કર્યો હતો. અનિરૂદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો છે.
અમિત ખૂંટ આપઘાત કેસ
અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ આરોપી છે. આ કેસમાં બંને પિતા-પુત્ર છેલ્લા ચાર મહિનાથી ફરાર હતા. પોલીસે તેમને પકડવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ટીમો મોકલી હતી પરંતુ હજુ સુધી તેમને શોધવામાં સફળતા મળી ન હતી ત્યારે આખરે અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ચાલીને સરેન્ડર કરવા આવ્યા છે.
આ પણ વાંચો:
patan: વાત કરવા બાબતે ચાર માસથી હેરાનગતિ, કંટાળેલી વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું
iPhone 17: ભારતમાં આજથી iPhone 17 નું વેચાણ શરૂ, દિલ્હી અને મુંબઈમાં Apple સ્ટોર્સની બહાર ભીડ ઉમટી
Gujarat Weather News: નવરાત્રી પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન, આ વિસ્તારોમાં મેઘરાજા કરશે જમાવટ
Vadodara: લો બોલો ! ઓછી પાણીપુરી મળતા મહિલાએ કર્યું એવું કે, અંતે પોલીસ બોલાવવી પડી
Russia Earthquake: રશિયામાં ફરી ભૂકંપના આંચકા, 7.8 ની નોંધાઈ તીવ્રતા
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF









