ડૂંગળી-લસણની નવી આવક વધતા જ ઘટ્યા ભાવ; મહુવા ચેરમેને સરકારને લખ્યો પત્ર

  • Gujarat
  • December 22, 2024
  • 0 Comments

ભારતમાં ડુંગળી પકવતો જિલ્લો ભાવનગર બીજા નંબરે આવે છે, ત્યારે ભાવનગર જિલ્લામાં યાર્ડમાં ડુંગળીની ભરચક આવક શરૂ થઈ છે. મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં 35 હજાર ગુણીની આવક થઈ છે. મહુવા યાર્ડના ચેરમેને તો સરકારને પત્ર લખી એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરવાની માંગ કરી લીધી છે.

ભાવનગર જિલ્લામાં યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થતા જ ભાવો નીચા આવી જતાં ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતિ દેખાઈ રહી છે.

આ અંગે ખેડૂત આગેવાન દશરથસિંહ રમજુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે , અત્યારે ભારતમાં જે ડુંગળીનું ઉત્પાદન શરુ થઇ ગયું છે, તો એની સામે પાકિસ્તાનમાં પણ ડુંગળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ડ્યુટી નથી અને ઇન્ડિયામાં 20 ટકા જેવી ડ્યુટી લાગે છે, એટલે વિદેશમાં ભારતમાંથી ખરીદી ઘટી ગઈ છે, એટલે તાત્કાલિક સરકારે 20 ટકા ડ્યુટી રદ્દ કરીને એક્સપોર્ટ ખુલ્લું મૂકી દેવું પડે અને ઓપન કરવું પડે નહિંતર ભાવ મળશે નહીં અને ખેડૂત હજુ પાયમાલ થઈ જશે.

નવા લસણની આવક થતાં જ કિંમત ધડાકાભેર નીચે પટકાઇ

આ વર્ષ દરમિયાન લસણની આવક અને તેના બજાર ભાવ સૌ કોઈને અકડાવી રહ્યા હતા, 15 દિવસ પૂર્વે બજારમાં છૂટક લસણ 400 રૂપિયા થી લઈને 450 રૂપિયા સુધી જોવા મળતી હતી, પરંતુ હવે પુરવઠો અને ડિમાન્ડની ચેનની વચ્ચે લસણના બજાર ભાવોમાં પ્રતિ એક કિલોએ 100 થી લઈને 200 સુધીનો ખૂબ મોટો ઘટાડો થયો છે.

આગામી દિવસોમાં હજુ પણ છૂટક બજારમાં લસણના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જેમ-જેમ શિયાળો આગળ વધશે, તેમ તેમ લસણની આવક વધતા તેના બજાર ભાવ ઓછા થવાની શક્યતા APMCના વેપારીઓએ વ્યક્ત કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન લસણના બજાર ભાવો સૌ કોઈને અકડાવી રહ્યા હતા, ન માત્ર ખરીદદાર પરંતુ જથ્થાબંધ વેપારીઓ પણ સતત ઉંચી જઈ રહેલી લસણની બજારને કારણે એકદમ મુશ્કેલીમાં હતા.

જણાવી દઈએ કે, પંદર દિવસ પૂર્વે જૂનાગઢની સ્થાનિક બજારમાં જે લક્ષણ 400 થી લઈને 450 રૂપિયા પ્રતિ એક કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. તેમાં હવે 15 દિવસ બાદ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો સૌથી મોટો ઘટાડો પણ નોંધવામાં આવ્યો છે.

Related Posts

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 5 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 8 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો