
- પ્રધાનમંત્રીની લોકશાહી પ્રત્યેની બેદરકારી અપરાધિક છે: DR CP RAIનો આક્રોશ
દેશ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. પ્રધાનમંત્રી મળવા-મળાવવામાં વિદેશની યાત્રાઓમાં વ્યસ્ત છે, મસ્ત છે. સંસદ ચાલી રહી હોય તો પણ તેમના પાસે ત્યાં જવાનો સમય નથી. પરંતુ 18 માર્ચે તેઓ સંસદ ચાલ્યા ગયા. થોડો એવો સમય આપી દીધો. બધાને આશા તો એવી જ રહે છે કે, જ્યારે પણ વાત કરીએ તો દેશની સમસ્યાઓને લઈને અને તે સમસ્યાઓના ઉપાયને લઈને વાત કરવામાં આવે પરંતુ એવું થતું નથી. તેમને કુંભના આયોજનની પ્રશંસા કરી અને તેની સિદ્ધિઓનું વર્ણન કરીને વાત ખત્મ કરી દીધી.