પ્રિયંકા ગાંધીએ ભારત સરકારને કહ્યું- ‘ઈન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’

  • India
  • December 16, 2024
  • 0 Comments

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે, ત્યારે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પડોશી દેશોમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ સહિત અન્ય લઘુમતીઓને બચાવવાની અપીલ કરી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે વિજય દિવસ છે. 1971માં ભારતે યુદ્ધ કરી પાકિસ્તાન (1971 India-Pakistan War)ને ભોય ભેગું કર્યું હતું, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આ યુદ્ધને ઈન્દિરા ગાંધીની નિર્ણાયક સરકાર અને બહાદુર સૈનિકોએ અંજામ આપ્યો હતો. પ્રિયંકાએ ઈન્દિરા ગાંધીની ઈચ્છા શક્તિનો ઉલ્લેખ કરી મોદી સરકારને અપીલ કરી છે કે, ‘તમે પણ તેમની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો.’

સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા જોઈએ : પ્રિયંકા ગાંધી

તેમણે લોકસભામાં સોમવારે કહ્યું કે, ‘મોદી સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. 1971ના જે બહાદુરો અને શહિદોએ યુદ્ધ લડ્યું હતું, હું તેઓને નમન કરું છું. હું દેશની જનતાને પણ નમન કરું છું. કારણ કે તેમના વગર પાકિસ્તાન સામે વિજય મેળવવો અસંભવ હતો. તે વખતે આપણે એકલા હતા અને બંગાળી ભાઈ-બહેનોનો અવાજ કોઈ સાંભળતું ન હતું. તે સમયે ભારતની જનતા સાથે આવી અને નેતૃત્વ સાથે ઉભી રહી.’

‘ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશનો વિજય થયો’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઈન્દિરા ગાંધીને નમન કરવા ઈચ્છું છું. તેઓ આ દેશના મહાન શહીદ છે. તેમણે પડકારજનક સ્થિતિમાં આવું નેતૃત્વ કરી દેખાડ્યું, જેના કારણે તે દેશનો વિજય થયો. એ લડાઈ સિદ્ધાંતોની હતી. મારો પહેલો મુદ્દો એ છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે મોદી સરકારે અવાજ ઉઠાવવો જોઈએ. સરકારે ત્યાં પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો મુદ્દો ઉઠાવવો જોઈએ.

‘ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ તસવીર ઉતારી દેવાઈ’

તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરાત કહ્યું કે, ‘1971માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરીને બાંગ્લાદેશનો વિજય અપાવ્યો હતો. તે વખતે પાકિસ્તાનના 93000 સૈનિકોએ ભારત સામે ઘૂંટણીએ પડી આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની તાકાત સામે શરણાગતિ સ્વિકારી લીધી હતી. ત્યારે ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ની તસવીર ઉતારી દેવાઈ છે. આજે પણ પાકિસ્તાન તે શરણાગતિની તસવીર જોઈને ચિડાઈ જાય છે.

Related Posts

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા
  • August 4, 2026

Akhilesh Yadav: ઉત્તર પ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક એવો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં ધર્મ, રાજકારણ અને ચૂંટણીની વ્યૂહરચના ત્રણેય એકસાથે જોવા મળી રહ્યા છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ…

Continue reading
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ
  • August 4, 2026

Jharkhand Student Protest: ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC) દ્વારા યોજાયેલી વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને અન્ય અનિયમિતતાઓના આરોપોને લઈને રાજ્યમાં વિદ્યાર્થીઓનું આંદોલન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 4 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 6 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 10 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ