
Invitation Assembly: ગુજરાત સરકારે તાજેતરમાં માનિતા કલાકારોને વિધાનસભામાં બોલાવતાં વિરોધનો શૂર ઉઠ્યો હતો. ખાસ કરીને ઠાકોર સમાજ સહિત ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે શખ્ત વિરોધ કર્યો હતો. ત્યારે હવે વિક્રમ ઠાકોર સહિત 300 કલાકારોને વિધાનસભમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યા તેમનું સન્માન કરાશે. વિક્રમ ઠાકોરને તો બે દિવસ કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે આ સન્માનથી ખરેખર કલાકારો ખુશ થશે ખરા?
તાજેતરમાં વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, ભીખુદાન ગઢવી, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જો કે વિક્રમ ઠાકોરને ન બોલાવતાં ઠાકોર સમાજ સહિત વિપક્ષમાં રોષ જોવા મળ્યો હતો. ખુદ વિક્રમ ઠાકોર વાંધો ઉઠાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે.
ત્યારે હવે ભારે વિરોધનો સામનો કર્યા બાદ સરકાર ગુજરાતના 300 કલાકારનું સન્માન કરવા તૈયાર થઈ છે. વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે, આ માટે સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે. રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે એમ બન્ને દિવસ માટે વિધાનસભામાં આમંત્રિત કર્યા છે.
હિતેનકુમારનું પણ થશે સન્માન
26મી માર્ચે ગુજરાતી સિનેમાના કેટલાક કલાકારોને આમંત્રિત કરાયા છે. 26મી માર્ચે વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મમતા સોની, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નીહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે.
જ્યારે 27 માર્ચે 200 જેટલા અન્ય કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કુલ મળીને 300 કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.જેમાં સંગીત વાદકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આમંત્રણ અપાયુ છે.
સન્માનનો કાર્યક્રમ કોણ સંભાળશે?
જોકે કલાકારોના આમંત્રણ અને સન્માનના વિવાદ બાદ હવે કલાકારોના આમંત્રણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ સાંસ્કૃતિક સેલના ઈન્ચાર્જ જનક ઠક્કરને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
માનિતા કલાકારોને કાર્યક્રમ આપે છે: અમિત ચાવડા
આ અગાઉ આજ મુદ્દે વિધનાસભમાં ગુજરાત સરકારને વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઘરી હતી. તેમણે કહ્યુ હતુ કે ફિલ્મ કલાકરો સાથે સરકાર ભેદભાવ કરી રહી છે. કલાકારોને સન્માન આપવામાં પણ સરકાર ભેદભાવ કરી રહી છે. સરકાર માનીતા કલાકારોને પ્રોત્સાહન અને કાર્યક્રમો આપે છે. આ ભેદભાવની નીતીને અમિત ચાવડાએ વખોડી હતી. જે બાદ સરકાર ભીંસમાં આવી હતી. ગુજરાતમાં સરકાર સામે વિરોધનો શૂર ઉઠ્યો હતો. ત્યાર બાદ સરકાર 300 કલાકારનું સન્માન કરવા તૈયાર થઈ છે.
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar
આ પણ વાંચોઃ ફિલ્મ કલાકારોને બાલાવીશું ત્યારે વિક્રમ ઠાકોરને બોલાવીશું: શંકર ચૌધરીનો જવાબ |Vikram Thakor Controversy
આ પણ વાંચોઃ Gujarat Weather: બળબળતા પડતાં તાપ વચ્ચે વરસાદની આગાહી, ગરમીથી મળશે થોડી રાહત!







