
Punjab: સનૌરના AAP ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા. ધરપકડ બાદ, સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જતી વખતે, પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો.
પઠાણમાજરા સ્કોર્પિયોમાં ફરાર
ધારાસભ્યએ દોડવાનો પ્રયાસ કર્યો અને સ્કોર્પિયો અને ફોર્ચ્યુનરમાં ભાગી ગયો. પોલીસે ફોર્ચ્યુનર પકડી લીધી, પરંતુ પઠાણમાજરા સ્કોર્પિયોમાં ફરાર છે. પોલીસ ટીમ તેનો પીછો કરી રહી છે. આ કાર્યવાહી પઠાણમાજરાની પૂર્વ પત્નીની ફરિયાદ પર નોંધાયેલા બળાત્કારના જૂના કેસમાં કરવામાં આવી રહી છે. આ એફઆઈઆર પટિયાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.
હરિયાણાના કુરુક્ષેત્રથી ધરપકડ કરી હતી
પંજાબ પોલીસે હરિયાણાના કુરુક્ષેત્રથી ધારાસભ્ય હરમીતની ધરપકડ કરી હતી. આ દરમિયાન, સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જતી વખતે, ધારાસભ્ય પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
પોલીસ કર્મચારીને અડફેટે લીધો
બીજી તરફ, ધારાસભ્યએ પોતાની કાર લઈને એક પોલીસ કર્મચારીને અડફેટે લીધો સ્કોર્પિયો પોલીસકર્મી પર ચડાવી અને ભાગી ગયો. ધારાસભ્ય અને તેના સાથીઓ સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર લઈને ભાગી ગયા. પોલીસે ફોર્ચ્યુનર કાર જપ્ત કરી લીધી છે. ધારાસભ્ય સ્કોર્પિયોમાં ફરાર છે.
તાજેતરમાં પૂર રાહત પર સરકારની ટીકા કરી
પઠાણમાજરાએ ફેસબુક વીડિયોમાં કહ્યું હતું કે દિલ્હી AAP ટીમ પંજાબ પર શાસન કરી રહી છે અને તેમનો અવાજ દબાવી રહી છે. પઠાણમાજરાએ તાજેતરમાં પૂર રાહત પર સરકારની ટીકા કરી હતી, ત્યારબાદ તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે ફરાર થવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને શોધ તેજ કરવામાં આવી છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Anand: કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની હત્યાનો ભેદ ઉકેલાયો, છેડતીની ઘટના હત્યાનું મૂળ, 2 આરોપીઓ કોણ છે?
Anand: ભુવાના કહેવાથી કાકાના મિત્રએ 5 વર્ષની બાળકીની બલિ ચડાવી, જાણો તેને કેમ કર્યું આવું?
Anand News: મારા એક નહીં આખા નવાખલ ગામની જીત, દિવ્યાંગ સરપંચ બનતા શું બોલ્યા! |
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી