યુક્રેન યુદ્ધને ખત્મ કરવા માટે ઝેલેંસ્કી સાથે વાત કરી શકે છે પુતિન

  • India
  • February 18, 2025
  • 0 Comments
  • યુક્રેન યુદ્ધને ખત્મ કરવા માટે ઝેલેંસ્કી સાથે વાત કરી શકે છે પુતિન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં એન્ટ્રી બાદ ગત ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક આવતો નજર આવી રહ્યો છે. રશિયાએ આ યુદ્ધને લઈને મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. ક્રેમલિને મંગળવારે કહ્યું છે કે, ‘રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન જરૂર પડ્યા પર વોલોડિમિર ઝેલેંસ્કી સાથે વાત કરવા માટે તૈયાર છે.’

જોકે આ દરમિયાન રશિયાએ યુક્રેન પ્રમુખ તરીકે ઝેલેંસ્કીની કાયદેસરતા પર પણ સવાલ ઊભા કર્યા છે કે સુરક્ષાના વ્યાપક મુદ્દે વાત કર્યાં વિના યુક્રેન યુદ્ધનો કોઈ ઉકેલ નીકળી શકશે નહીં.

મંગળવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, ‘પુતિને પોતે કહ્યું છે કે જો જરૂર પડી તો તે ઝેંલેસ્કીની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.’ જોકે કરારના કાયદેસર આધાર પર ચર્ચાની જરૂર છે કેમ કે હકીકત એ છે કે ઝેલેંસ્કીની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવી શકે છે.

રાષ્ટ્રપતિના રૂપમાં ઝેલેંસ્કીનો પાંચ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે ખતમ થઈ ગયો હતો. જોકે યુક્રેની કાયદા અનુસાર માર્શલ લો લાગુ રહેતા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોજિત કરાવવાની જરૂર હોતી નથી. રશિયાએ ઘણા અવસરે આની પર સવાલ ઉઠાવ્યા છે અને એટલે સુધી કહ્યું છે કે રશિયા તેમને કાયદેસરના રાષ્ટ્રપતિ તરીકે જોતું નથી.

આ દરમિયાન રશિયાએ એ પણ કહ્યું કે, ‘રશિયા યુક્રેનને યુરોપીય સંઘમાં સામેલ થવાથી રોકશે નહીં. અમે યુક્રેનનો નાટોનો ભાગ બનવાનો વિરોધ કરતા રહીશું. યુક્રેનના યુરોપીય સંઘમાં સામેલ થવાના સંબંધમાં રશિયાને કોઈ વાંધો નથી. આ કોઈ પણ દેશનો સાર્વભૌમ અધિકાર છે.

મહાકુંભ સંગમનું પાણી ન્હવા લાયક નથીઃ કરોડો લોકોએ સ્નાન કરી લીધા બાદ CPCBનો રિપોર્ટ

વધુમાં તેમણે કહ્યું કે, કોઈ પણ બીજા દેશને આદેશ આપી શકતાં નથી અને અમે આદેશ આપવાનું આયોજન બનાવી રહ્યાં નથી પરંતુ જ્યારે સુરક્ષાનો મુદ્દો અને સૈન્ય ગઠબંધનોની વાત આવે છે તો એ સંપૂર્ણ રીતે અલગ છે. અહીં અમારો એક અલગ દ્રષ્ટિકોણ છે જે સામે છે.’

આ પહેલા અમેરિકા અને રશિયાના અધિકારીઓએ મંગળવારે સાઉદી અરેબિયામાં એક હાઈ પ્રોફાઈલ મીટિંગ કરી છે. આ બેઠકમાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને સંબંધોને સારા બનાવવા માટે વાતચીત શરૂ કરવામાં આવી છે.

રિયાધના દિરિયાહ પેલેસમાં થયેલી આ બેઠક ટ્રમ્પ તંત્ર દ્વારા રશિયાને અલગ કરવાની અમેરિકન નીતિને બદલવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનો હેતું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે વાતચીતનો માર્ગ બનાવવાનો પણ છે.

જોકે યુક્રેનના અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો નથી. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેંસ્કીએ સોમવારે કહ્યું છે કે ‘જો યુક્રેન કોઈ ચર્ચામાં ભાગ નહીં લે તો વાતચીતનું કોઈ પણ પરિણામ અમને સ્વીકાર હશે નહીં.’

આ પણ વાંચો-મમતા બેનર્જીએ મહાકુંભને ‘મૃત્યું કુંભ’ ગણાવીને CM યોગીને કહ્યું; તમે શું આયોજન કર્યું ?

  • Related Posts

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
    • September 19, 2026

    West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

    Continue reading
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
    • September 19, 2026

    Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 3 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 6 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 8 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 10 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 9 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ