
Putin warning to Trump : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત ઉપર તેલ ખરીદી પર અમેરિકાના દબાણની ટીકા કરતા કહ્યું હતું કે ભારત અમેરિકાના આ દબાણ સામે ઝૂકશે નહીં.
ગુરુવારે સોચીમાં વાલ્ડાઈ પોલિસી ફોરમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે PM મોદી ક્યારેય એવો નિર્ણય નહીં લે, જે ભારતની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બ્લેક સી રિસોર્ટ શહેર સોચીમાં વાલ્ડાઇ ફોરમમાં ભાષણ આપી રહ્યા હતા જેમાં 140થી વધુ દેશોના નિષ્ણાતો હાજર હતા.
વોશિંગ્ટન દ્વારા મોસ્કો સાથેના ઉર્જા સંબંધો સમાપ્ત કરવા માટે ભારત અને ચીન પર દબાણ કરવાના પ્રયાસોની આકરી ટીકા કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, આવી કાર્યવાહી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
પુતિને કહ્યું હતું કે જો રશિયાના વેપાર ભાગીદારો પર વધુ ટેરિફ લાદવામાં આવશે તો તેની અસર વિશ્વભરમાં ઊર્જાના ભાવ પર પડશે અને કિંમતો વધશે,પરિણામે યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજદર ઊંચા રાખવાની ફરજ પડશે,જેથી યુએસ અર્થતંત્ર ધીમું પડશે.
પુતિને ચેતવણી આપી હતી કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે તો તેને 9થી 10 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે.
ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો કોઈ પ્રભાવ પડશે નહીં. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે, ભારત અને ચીન આત્મસન્માનથી ભરેલા રાષ્ટ્રો છે. ભારતીય લોકો ક્યારેય અપમાન સ્વીકારશે નહીં.
સાથેજ પુતિને અમેરિકાની બેવડી નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યુ કે અમેરિકા ખુદ રશિયા પાસેથી સમૃદ્ધ યુરેનિયમ ખરીદે છે, પરંતુ બાકી દેશોને રશિયાની ઉર્જાથી દૂર રહેવા માટે કહે છે.
નોંધનીય છે કે હાલમાં અમેરિકાએ ભારતની નિકાસ પર એડિશનલ 25 ટકા ટેરિફ લગાવ્યો છે, જેથી આ ટેક્સ વધી 50 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








