
રાજકોટના ગૌંડલમાં ફરી એકવાર હડકાયા કુતરાનો આતંક જોવા મળ્યો છે. શહેરમાં 10થી વધુ લોકોને હડકાયા કૂતરાએ બચકા ભરી લેતાં લોકોમાં ભય ફેલાયો છે. કુતરાઓના અતંકથી લોકો હડકાયા કૂતરાના ભોગ બની રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિદ્રાંમાં સૂઈ રહ્યું છે.
રાજકોટ જીલ્લામાં વારંવાર કુતરાઓનો આતંક સામે આવતો હોય છે. ત્યારે આજે ગોંડલ શહેરમાં હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો છે. કાશીવિશ્વનાથ રોડ પર શ્રીરામ હોસ્પિટલ પાસે 10 વધુ લોકોને બચકા ભરી લીધા છે. હડકાયા કૂતરાએ બચકા ભરતા ઈજાગ્રસ્ત લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જુદા જુદા વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા,વૃધ્ધો સહિતના લોકોને હડકાયા કૂતરાએ બચકા ભરતા ભયનો માહોલ છે. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા કૂતરા કરડવાના બનાવોને લઈને લોકો ચિંતિત બન્યા છે. જો કે તંત્ર દ્વારા કોઈ કાર્વાહી ન કરતાં લોકો રમ ભરોસે જીવવા મજબૂર બન્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ NARMADA: હરસિધ્ધિ માતાના મંદિ સામે પાલિકાએ કરી તોડફોડ, ચૈતર વસાવાએ ઘટનાસ્થળે