
Radhanpur accident: પાટણના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયંકર છે લોકોના શરીર એકબાજા સાથે ચોટી ગયા છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે, પુર ઝડપે આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષાનું પડીકું વળી ગયું છે. રિક્ષામાં રહેલા 6 લોકોના મોત થયા છે.
એસ.ટી બસ રિક્ષાને ઢસડી સીધી રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી બસના આગળનો ભાગ રિક્ષા પર પડતાં રિક્ષામાં રહેલા મુસાફરો દબાઈ ગયા હતા. સાથે સાથે રિક્ષાનો પણ કચ્ચરઘાણ થઈ ગયો છે. રિક્ષામાં દબાઈ ગયેલા તમામ 6 લોકોના મતો થયા છે. અકસ્માત થતાં રોડ પર લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. આ અકસ્માત કોની બેદકારીને કારણે થયો તે સામે આવ્યું નથી. હાલ મૃતદેહોને 108 મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પણ દોડી ગયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે કહ્યુ કે આ ભયંકર અકસ્માતમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને સહાય સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. તમામ મૃતકો રાધનપુર તાલુકાના અમરગઢના છે.
મોતને ભેટેલા લોકોના નામ
- ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70)
- ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60)
- ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75)
- ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. 70)
- ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. 35)
- ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. 35)
આ પણ વાંચોઃ
Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf
CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા
Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,
US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….