રાહુલ ગાંધીએ એવું તે શું કહી દીધુ કે કોર્ટનું તેડું આવ્યું? | Rahul Gandhi

Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ‘ભારતીય રાજ્ય સામે લડાઈ’નું નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર ઘણો હોબાળો મચી ગયો હતો. હવે આ મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉત્તર પ્રદેશની સંભલ જિલ્લા કોર્ટના ન્યાયાધીશે રાહુલ ગાંધીને તેમના નિવેદન અંગે નોટિસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર જવાબ આપવા અથવા કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

શું છે આખી ઘટના?

મામલો એવો છે કે રાહુલ ગાંધીએ 15 જાન્યુઆરી 2025ના રોજ એક નિવેદન આપ્યું હતું કે ‘અમે હવે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ’. રાહુલના નિવેદન સામે સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. રાહુલ ગાંધીના નિવેદન સાથે સંબંધિત મામલા અંગે એડવોકેટ સચિન ગોયલે કહ્યું – “કોર્ટે ફરિયાદ સ્વીકારી છે અને રાહુલ ગાંધીને નોટિસ આપી છે, જેમાં તેમને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા અથવા જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.”

કોર્ટે 4 એપ્રિલે સમન્સ મોકલ્યા

‘ભારતીય રાજ્ય સામે લડાઈ’ના નિવેદનના મામલે રાહુલ ગાંધીને મોકલવામાં આવેલી નોટિસ પર એડવોકેટ સચિન ગોયલે કહ્યું  “અમે સમીક્ષા અરજી દાખલ કરી હતી અને સંભલની જિલ્લા ન્યાયાધીશ કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ જારી કર્યું છે.”

રાહુલ ગાંધી કયા સંદર્ભમાં કરી હતી વાત?

15 જાન્યુઆરીના રોજ, કોંગ્રેસ પાર્ટીના નવા મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ વખતે રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતુ કે “કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો માત્ર ભાજપ સામે જ નહીં પરંતુ ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છે.” રાહુલે કહ્યું હતું કે- “એવું ન વિચારો કે આપણે ન્યાયી લડાઈ લડી રહ્યા છીએ. આમાં કોઈ ન્યાયી નથી. જો તમે માનતા હોવ કે આપણે ભાજપ અથવા આરએસએસ નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યા છીએ, તો તમે સમજી શક્યા નથી કે શું થઈ રહ્યું છે. ભાજપ અને આરએસએસએ આપણા દેશની દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે. હવે આપણે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ.”

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

  • June 29, 2026
  • 2 views
VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

  • June 29, 2026
  • 5 views
North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

  • June 29, 2026
  • 8 views
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 7 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 5 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 13 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!