
- ઘરોમાં ઘૂસ્યા પાણી, વાહનો દટાયા કાટમાળમાં! કુલ્લુ-મનાલીમાં વરસાદ અને હિમવર્ષા
હિમાચલમાં હવામાન વિચિત્ર રંગો બતાવી રહ્યું છે. ક્યાંક બરફવર્ષાને કારણે હવામાન ખુશનુમા છે, તો કુલ્લુ મનાલીમાં કુદરતે એવું સ્વરૂપ બતાવ્યું છે કે તે જોઈને તમારા રુંવાડા ઉભ થઈ જશે. કુલ્લુમાં ભારે વરસાદને કારણે સરવરી નાળામાં પાણી ભરાઈ જવાથી ઘણા બધી ગાડીઓ આંખના પળકારામાં પાણીમાં ખેચાઈ ગઈ હતી. એટલું જ નહીં કુલ્લુના ગાંધીનગરમાં વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કુલ્લુમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ હવે લોકો માટે મુશ્કેલી બની ગયો છે.
સરવરી નદી પણ પૂરની સ્થિતિમાં છે. નદીનું પાણી બાજુની ઝૂંપડપટ્ટીઓમાં ઘૂસી ગયું છે. આ ઉપરાંત ધલપુરમાં પણ હોટેલ સરવરી પાછળની દિવાલ તૂટી જવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અખાડા બજારમાં પણ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું, જેના કારણે ઘરોમાં રાખેલો સામાન બગડી ગયો. બે દિવસથી ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લામાં પરિસ્થિતિ હવે ખરાબ થઈ ગઈ છે.
Uttarakhand | At around 07:15 am on 28 February 2025, a BRO Labour Camp, located between Mana and Badrinath, was struck by an avalanche, burying 57 workers inside eight containers and one shed.
The Indian Army’s swift response teams, comprising more than 100 personnel from the… pic.twitter.com/wSeRfmrcra— ANI (@ANI) February 28, 2025
વરસાદને કારણે અનેક જગ્યાએ જમીન સ્લાઈડ થઈ
વરસાદને કારણે ઘણા રસ્તાઓ પર ભૂસ્ખલન પણ થયું છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડવાથી વીજળીના વાયર પણ તૂટી ગયા છે. બંજર, મણિકરણ, ગઢસા સહિત મનાલીના ઘણા ગામડાઓ અંધારામાં ડૂબી ગયા છે. વરસાદને ધ્યાનમાં રાખીને કુલ્લુમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને વરસાદ બંધ થતાંની સાથે જ રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કરવા સૂચના પણ આપી છે.
situation in kullu Manali, this is a climate change pic.twitter.com/S5o4ckbztd
— Go Himachal (@GoHimachal_) February 28, 2025
બધી શાળાઓ બંધ કરાઈ
છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લાના ઉપરના વિસ્તારો બરફથી ઢંકાયેલા છે જ્યારે નીચલા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. કુલ્લુના ડીસી તોરુલ એસ રવિશે જણાવ્યું હતું કે ખીણમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. ખીણમાં હવામાન સાફ થતાં જ બધા રસ્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, વિભાગના અધિકારીઓને વીજ વ્યવસ્થા સુધારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
हिमाचल प्रदेश के कुल्लु मनाली में भारी बारिश के कारण बाढ़ जैसे हालात।#mnali #today #news #latestnews #brekingnews #kullumanali pic.twitter.com/THjkGU3myj
— Bhupendra (@Bhupesh_Mewar) February 28, 2025
#Uttarakhand | 16 out of 57 workers trapped in a massive avalanche near Mana village in Chamoli district successfully rescued.
Teams from ITBP, NDRF, SDRF, and the #IndianArmy are tirelessly working to locate and evacuate the remaining workers.#Chamoli pic.twitter.com/0XpgWlzJbN
— All India Radio News (@airnewsalerts) February 28, 2025
કુલ્લુ મ્યુનિસિપલ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ઓફિસર અનુભવ શર્માએ જણાવ્યું હતું કે અમને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની માહિતી મળી છે. અખાડા વિસ્તારમાં અવરોધ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. સુલતાનપુર પેલેસ તરફ જતો રસ્તો પણ બંધ છે. પછી અમે મીટ માર્કેટ રોડ અને લુગ વેલી ચોક પર ભૂસ્ખલનનો સામનો કરીશું. ગાંધીનગરમાં, પીડબ્લ્યુડી આ વિસ્તારનું સંચાલન કરે છે. તે પછી અમે સિલ્વરમૂન હોટેલ પાછળનો અવરોધ દૂર કરીશું.
कुल्लू-मनाली में 15,000 फीट ऊंचाई पर फंसे 3 विदेशी पैराग्लाइडर (न्यूजीलैंड, यूके, ऑस्ट्रेलिया) जिला प्रशासन ने शुरू किया रेस्क्यू ऑपरेशन। हेलीकॉप्टर पहुंचना मुश्किल, इसलिए अटल बिहारी वाजपेयी पर्वतारोहण संस्थान के 10 अनुभवी ट्रेकर्स को भेजा जाएगा। #RescueOperation #KulluManali pic.twitter.com/oReUJw7Rrw
— Rachna Verma 🖋️ (@RachnaVerma08) October 25, 2024
समय पर लगाया गाड़ी पर ब्रेक नहीं तो….#kullu #kullumanali #kullumanaliheavenonearth🙏 pic.twitter.com/gmSuOuxFOi
— Sachin Mohan (@SachinM82) February 28, 2025
Kullu में कुदरत का कहर, देखते ही देखते नाले में बही कई गाड़ियां | Himachal Cloudburst #kullu #himachal #cloudburst #himachalpradesh #kullumanali #kullunews pic.twitter.com/8iyuCChaJq
— MH ONE NEWS (@mhonenewsindia) February 28, 2025
हिमाचल में खराब मौसम से तबाही!
मूसलाधार बारिश के चलते हुआ भूस्खलन, कई इलाकों में भरा पानी…जनजीवन अस्त-व्यस्त#himachalpradesh #kullumanali #landslide #weatherupdate #naturaldisaster pic.twitter.com/CwRyaepDSJ— Vishwanath Maheshwari (Modi Ka Pariwar) (@VishwanathMahe9) February 28, 2025
આ પણ વાંચો- ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં બાળકોના મન સાથે રાજરમત કરતો પ્રશ્ન પૂછાયો