રાજસ્થાન: બીજેપી કેબિનેટ મંત્રીએ પોતાની જ પાર્ટી પર ફોન ટેપિંગ અને જાસૂસીના લગાવ્યા ગંભીર આરોપ

  • India
  • February 7, 2025
  • 0 Comments
  • રાજસ્થાન: બીજેપી કેબિનેટ મંત્રીએ પોતાની જ પાર્ટી પર ફોન ટેપિંગ અને જાસૂસીના લગાવ્યા ગંભીર આરોપ

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના ભજન લાલ શર્મા સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કિરોડી લાલ મીણાએ પોતાની જ સરકાર પર ફોન ટેપિંગ અને જાસૂસી કરાવવાના ગંભીર આરોપ લગાવ્યા છે. મંત્રીના આરોપ પછી રાજસ્થાનની રાજનીતિમાં ગરમ થઈ ગઈ છે.

તે પછી વિપક્ષે શુક્રવારે સવારે જ વિધાનસભા સત્રની કાર્યવાહી શરૂ થતાં જ સરકારને ઘેરતા મુખ્યમંત્રી પાસે રાજીનામાની માંગ કરી છે.

તો પ્રદેશ સરકારે કિરોડી લાલ મીણાના આરોપોને નિરાધાર ગણાવ્યા છે.

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ટીકારામ જૂલીએ કહ્યું, આ સરકારના કેબિનેટ મંત્રીનો ફોન ટેપ થઈ રહ્યો છે અને એક કેબિનેટ મંત્રી જ મુખ્યમંત્રી ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યો છે. મુખ્યમંત્રીને રાજીનામું આપવું જોઈએ.

તે પછી કોંગ્રેસ ધારાસભ્ય, મુખ્યમંત્રી રાજીનામું આપોના નારા લગાવતા ગેલમાં આવી ગયા હતા. હંગામા પછી વિધાનસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.

ટીકારામ જૂલીએ કહ્યું, જ્યાર સુધી મુખ્યમંત્રી સંસદમાં જવાબ આપતા નથી, અમે કાર્યવાહી ચાલવા દઈશું નહીં.

આ પણ વાંચો- અમેરિકાથી ડિપોર્ટ થયેલા કયા ભારતીયોને ફરીથી જવું પડશે જેલ?

મંત્રીએ અપનાવ્યું બળવાખોરો જેવું વલણ

કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણાએ એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે, મેં જ્યારે કહ્યું કે, સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ્દ કરો તો સરકારે મારી વાત માની નહીં પરંતુ ઉલ્ટાનું સરકારે ચપ્પા-ચપ્પા પર સીઆઈડીથી મારી જાસૂસી કરાવી અને મારો ટેલિફોન પણ રેકોર્ડ કરવામાં આવતો હતો.

તેમણે આગળ કહ્યું, “પરંતુ મેં કોઈ ખરાબ કામ કર્યું નથી, તેથી હું ડરતો નથી અને તેથી હું જૂકતો પણ નથી. હું સત્ય કહેવાથી ચૂકતો નથી. મેં કેટલાક દિવસ પહેલા પણ કહ્યું હતુ કે, જે હાં કહેતો રહેશે તે લાંબુ ચાલશે, પછી તે મંત્રી હોય કે અધિકારી હોય અને જે પણ ના કહેશે તેનો ઈલાજ કરી દેવામાં આવશે. “

મંત્રી કિરોડી લાલ સતત સબ ઈન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ્દ કરવાની પણ માંગ કરતા રહ્યાં છે.

આ ભરતી પરીક્ષામાં પેપર લીક સાથે જોડાયેલા 50 લોકોની ધરપકડ કરી હોવા છતાં ભરતી રદ્દ કરવામાં આવી નથી.

કિરોડી લાલ મીણા પહેલા પણ અનેક વખત પોતાની સરકારને ઘેરતા નજરે આવ્યા છે. તેમણે અનેક વખત નારજગી વ્યક્ત કરતાં સરકાર પર તેમણે નજરઅંદાજ કરવાના આરોપ લગાવ્યા હતા.

અશોક ગહેલોત શું બોલ્યા

રાજસ્થાનમાં પૂર્વની અશોક ગહેલોત સરકાર ઉપર પણ પોતાના ધારાસભ્યોના ફોન ટેપિંગ કરવાના આરોપ લાગ્યા હતા.

કાનૂન મંત્રી જોગારામ પટેલે કોંગ્રેસના સમયે થયેલા ફોન ટેપિંગના કેસનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ ધારાસભ્યોને ચોરોની જમાત ગણાવ્યા હતા.

આ સમગ્ર મામલે પૂર્વ સીએમ અશોક ગેહલોતે કહ્યું, “અમારી સરકાર દરમિયાન મેં ગૃહના ફ્લોર પર કહ્યું હતું કે કોઈપણ મંત્રી, સાંસદ અને ધારાસભ્યના ટેલિફોન પર દેખરેખ રાખવામાં આવી નથી અને ન તો રાખવામાં આવશે. પરંતુ ભાજપ સરકારના પોતાના કેબિનેટ મંત્રી દ્વારા ફોન ટેપિંગના આરોપો ભાજપની સત્યતાનો પર્દાફાશ કરે છે.”

તેમણે વધુમાં કહ્યું, “આ મામલો ખૂબ જ ગંભીર છે કારણ કે આ આરોપો કોઈ વિપક્ષી નેતા દ્વારા રાજકીય લાભ માટે નહીં પરંતુ સરકારના એક કેબિનેટ મંત્રી દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પાછળનું સત્ય બહાર આવવું જોઈએ. મુખ્યમંત્રીએ ગૃહમાં જવાબ આપવો જોઈએ.”

રાજ્ય સરકારનો જવાબ

કેબિનેટ મંત્રી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવતા ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંહ બેધમે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “અશોક ગેહલોત સરકારે તેના નાયબ મુખ્યમંત્રી અને 25થી વધુ ધારાસભ્યોના ફોન ટેપ કરાવ્યા હતા. પરંતુ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે અમારી સરકાર કોઈપણ ધારાસભ્યનો ફોન ટેપ કરાવતી નથી.”

ડૉ. કિરોડી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. સ્વાસ્થ્યના કારણોસર તેમણે વિધાનસભા સત્રમાંથી રજા લીધી છે. વિધાનસભા સત્રમાં તેમનું હાજરી ન આપવાને તેમની પોતાની સરકાર સામેનો ગુસ્સો પણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનો ધડાકો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”