Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Rajkot  Murder case: રાજકોટમાં 3 શખ્સોએ એક યુવાનને ગોળો ટૂંપો દઈ છરીના ઘા મારી રહેંસી નાખ્યો છે. આ સમગ્ર હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક હજુ પણ ફરાર છે.

રાજકોટના બાપુનગર વિસ્તારમાંથી હત્યાનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. નીલકમલ ફર્નિચર નજીક સ્મશાન પાસે ગત સોમવારે રાત્રિના 9 વાગ્યા આસપાસ જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતા જીશાન મુસ્તુફાભાઈ કાસવાણી (ઉં.વ.20) નામના યુવાન સાથે અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુણેજા અને એક અજાણ્યા ઈસમ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ત્રણેય શખ્સોએ જીશાનને ગળે ટૂંપો દઈ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઈપથી હુમલો કરી તેના પેટમાં છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ જીશાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

હત્યા કેસની પોલીસ દ્વારા તપાસ

ભક્તિનગર પોલીસ સ્ટાફ અને એલસીબી ઝોન-1 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

પરસ્ત્રી સાથે આડા સંબંધની આશંકા

જાણવા મળી રહ્યું છે કે જીશાન બે બહેનનો એકનો એક ભાઇ હતો અને બાપુનગર મેઇન રોડ પર બટેટાવાળાની લારીમાં કામ કરતો હતો. આરોપી અમન ચૌહાણના 15 દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેની પત્ની સાથે જીશાનને પ્રેમ સંબંધ હોવાની અમનને શંકા હતી. જે શંકા પ્રબળ બનતાં જીશાનની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

આ પણ વાંચોઃ

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!