
Rajkot News: ગુજરાતમાં એક શાળા સંચાલકોની બેદરકારીની ઘટના સામે આવી છે. દારુ પીને બસ હંકારતાં ડ્રાઈવરને લઈ જતાં વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત સમયે ધો. 6 અને 7 નાં વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. જો કે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. બસ દિવાલ સાથે અથડાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઘટના બાદ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠતાં પોલીસ મથકે પહોંચ્યા હતા.
વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા
રાજકોટની એક શાળામાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે ધારી ખાતે લઈ ગયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓએ અનેક ખુલાસાઓ કર્યા છે. પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે. ધારી ગયેલા પ્રવાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાથી બસને દિવાલ સાથે અથડાવ્યા હોવાનો દાવો વિદ્યાર્થીઓએ કર્યો છે. નશામાં બસ ચલાવી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. વાલીઓએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી છે અને તપાસની માગ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat: અંબાલાલની મોટી આગાહી: શું હજુ પણ ઠંડી રહેશે? માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! વાંચો