
Rajkot: રીબડાના (Ribada) ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ (Amit Khunt suicide case) મામલે મોટો ધડાકો થયો છે. મૃતક યુવકને હનીટ્રેપમાં (honey trap) ફ્સાવવા ઘડવામાં કાવતરું કરવામાં આવ્યું હતું તેનો પોલીસ પૂછપરછમાં પર્દાફાશ થયો છે. જેમાં અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવી દેવા રાજકોટના વિવાદિત વકીલ સંજય પંડિત અને વકીલ દિનેશ પાતરે ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.
રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો
અમિત ખૂંટ આપઘાત કેસ મામલે ગ્રામ્ય એસ.પી હિમકરસિંહે ઝીણવટ ભરી તપાસ કરાવતા દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને યુવતીઓની પૂછપરછ મોટોખુલાસો થયો છે. ગ્રામ્ય એલસીબીએ બંને વકીલોને ઉઠાવી લઈ બંધ બારણે પૂછપરછ હાથ ધરતા સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. હાલ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર, સગીરા તેમજ બંને વકીલોની અટકાયત કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના ?
ગત તા.05/05/2025 ના રોજ ગોંડલ તાલુકા ના રીબડા ગામે રીબડા ગામના રહીશ અમિતભાઇ દામજીભાઇ ખુંટ નામના વ્યકિતએ રીબડા ગામની સીમમાં આવેલ પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતકના કપડામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં રીબડા ગામના અનિરૂધ્ધસિંહ જાડેજા તથા તેમના પુત્ર રાજદિપસિહ જાડેજા તથા પુજા રાજગોર તથા એક સગીરા સહીત ચાર વિરૂધ્ધ આક્ષેપ કરતી સુસાઇડ નોટ મળી આવી હતી. આ મામલે મૃક અમિત ખૂંટના ભાઇ મનીષભાઇ દામજીભાઇ ખુંટએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો.
તમારી લાઈફ બની જશે કહી ખોટી ફરિયાદ નોંધાવી
આ મામલે પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરા ની અટકાયત કરી હતી. અને તેમની લાંબી પુછપરછ કરતા પુજા રાજગોરનાઓએ કબુલાત કરી હતી કે, એક વ્યક્તિએ પોતાની પાસે આવી અને જણાવેલ કે, તમારે અમિત ખુંટ રહે રીબડા નામની વ્યક્તિ સાથે સોશ્યલ મીડીયાના માધ્યમથી મિત્રતા/પ્રેમ સંબંધ કેળવી અને તેની સાથે શરીર સબંધ બાંધી ખોટી બળાત્કારની ફરીયાદ કરવાની છે જેના બદલામાં તમારી લાઇફ બની જશે અને સારામાં સારી જોબ પણ મળી જશે અને બન્નેને પૈસાની જરૂરીયાત હોય જેથી આ કામ કરવા માટે તૈયાર થયા હતા અને વધુમા જણાવેલ કે ફરીયાદના સમયે મારા વકીલો એક સંજય પંડીત તથા દિનેશ પાતર જેઓને તમામ વિગત ખબર છે જેથી તેઓ શરૂઆતથી અંત સુધી તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરીયાદ લખાવવાની છે તેવુ પુર્વ આયોજીત કાવતરૂ રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ આ યુવતી અને બંને વકીલો સહિત ચાર સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો :
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat








