
Rajkot Miss firing: રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી ગઈ છે. તિજોરીમાંથી ઘરેણા કાઢતી સમયે રિવોલ્વર નીચે પડતા ફાયરિંગ થયું હોવાનું બહાર આવ્યું છે. હાલ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી જતાં સારવાર અર્થે ખસેડાયા છે.
મળતી જાણકારી અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામી(નારાયણનગર શેરી નં.2) છે. તેઓને બે દિવસ અગાઉ લગ્નમાં જવાનું હોવાથી તિજોરીમાંથી ઘરેણા કાઢી રહ્યા હતા. આ દરમિયાન એકાએક તિજોરીમાં મૂકેલી રિવોલ્વર નીચે પટકાઈ હતી. જેથી રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ થયું હતુ. જેમાં કોર્પોરેટર નિતાનબેનને પગના ભાગે ગોળી વાગી ગઈ હતી. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ ગોળી કાઢવામાં આવી હતી. હાલ તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ રિવોલ્વરનું લાઈસન્સ પતિના નામે હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટર કહે છે કે રિવોલ્વર નીચે પડતાં ફાયરિંગ થયું છે. બીજી બાજુ પ્રશ્ન છે કે રિવોલ્વર લોક હતી, તેમ છતાં ફાયરિંગ કઈ રીતે થયું?. ઈજાઓનો ભોગ બનેલા મહિલા કોર્પોરેટર બે ટર્મથી જીતતા આવે છે.
આ પણ વાંચોઃ Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર
આ પણ વાંચોઃ Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ
આ પણ વાંચોઃ લંડનામાં પોલીસની હાજરીમાં વિદેશ મંત્રી જયશંકર પર હુમલાની કોશિશ; તેમના સામે જ તિરંગાનું કર્યું અપમાન
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ