
Rajkot Accident: રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સુપેડી ગામે યુવતીને બોલેરો કારે ટક્કર મારતાં મોત થઈ ગયું છે. 21 વર્ષિય યુવતી બસમાંથી ઊતરી રોડ ક્રોસ કરતી હતી, ત્યારે આ ઘટના ઘટી છે. જ્યારે બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. યુવતીને ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મૃત ઘોષિત કરવામાં આવી હતી. હાલ ઉપલેટા પોલીસે અજાણ્યા બોલેરો કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
મળતી જાણકારી અનુસાર મૂળ ગીર સોમનાથના તાલાલા ગીર શહેરમાં રહેતી અક્ષિતા જીવરાજભાઈ વાળા (ઉં.વ.21) નામની યુવતી ઈવા આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં વેકેશન પૂરું થવાનું હોવાથી ગઈકાલે(26 મે) વતનથી પરત સુપેડી બસમાં આવી હતી. યુવતી બસમાંથી ઊતરી હાઈવે પર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારચાલકે તેને ટક્કર મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને અકસ્માત સર્જી બોલેરોચાલક ભાગી ગયો હતો.
ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી
પસાર થઈ રહેલી અન્ય કારના ચાલકે પોતાની કારમાં યુવતીને ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે ઉપલેટા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી છે. સાથે જ કેમેરા ચેક કરી કારચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ
UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો
Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?
ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad
જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod
Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ
ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!
Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?
Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!
‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar
Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’









