
Rajkot Crime: રાજકોટમાં હચમચાવી નાખતી બે હત્યા થઈ છે. આર્યનગરમાં ઉપર અને નીચેના માળે રહેતાં બે ભાઈઓની અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી છે. એક ભાઈનું ઘટનાસ્થળે જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારમાં ભારે શોક છવાયો છે. હાલ પોલીસે ડબલ મર્ડર કેસમાં આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર શહેરનાં સંત કબીર રોડ ઉપર આર્યનગરમાં રહેતાં પરપ્રાંતિય અમિત જૈન( (ઉ.વ.29) ) અને વિક્કી જૈન( (ઉ.વ.25)) નામના બંને ભાઈઓ પર ગત રાત્રે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બન્ને ભાઈઓને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. અન્ય ભાઈ અમિત જૈનને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમિતનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
હાલ પોલીસે હત્યારોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે અજાણ્યા શખ્સોએ બંને ભાઈઓની કેમ હત્યા કરી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી.
આ પણ વાંચોઃ બાંકે બિહારી મંદિરમાં સેવાદારોએ ભક્તોને માર માર્યો: મહિલાઓ સહિત 3 ઘાયલ
આ પણ વાંચોઃ બાંકે બિહારી મંદિરમાં સેવાદારોએ ભક્તોને માર માર્યો: મહિલાઓ સહિત 3 ઘાયલ