
રાજકોટના જામકંડોરણા તાલુકામાં શ્વાનના હુમલામાં બે દિવસ અગાઉ એક 7 વર્ષિય બાળકનુ મોત થયું હતુ. ત્યારે આ બાળકાના મોત બાદ પરિવારજનોમાં દુઃખ સાથે તંત્ર સામે આક્રોશ છે. આજે તેઓ ધરણા પર બેઠાં છે.
રાજકોટ મનપાની શ્વાન ખસીકરણની વાતો માત્ર કાગળ પર દેખાઈ રહી છે. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બાળકને બચકાં ભરતા મોત મોત નીપજ્યું હતું. ત્યારે બાળકના પરિવાર સહિત સાથેની વસાહતના લોકો જામકંડોરણા મામલતદાર કચેરીના પટાંગણમાં ધરણા પર બેસી ગયા છે. તેમની માગ છે કે ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય બંધ કરવામાં આવે. મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી આ વિસ્તારમાં રખડતાં કુતરાઓના હુમલાઓ વધ્યા છે. જો માગ નહિ સ્વીકાર ત્યાં સુધી ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.