
રાજકોટના ગોંડલ-જામકંડોરણા રોડ પર મરચાં ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. હડમતાળાથી મરચા ભરી ગોંડલ જઈ રહેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં વીજ તારની અડી જતાં આગ લાગી હોવાની આશંકા છે.
આ પણ વાંચોઃ SURAT: લેટરકાંડ મામલામાં પરેશ ધાનાણી સહિત 40થી વધુ કાર્યકરોની ટીંગાટોળી
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગોંડલ-જામકંડોરણા રોડ પર મરચા ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ અફરાતફરી મચી ગઈ હતી. ટ્રકચાલકની સમયચૂકતાંથી તેનો જીવ બચી ગયો છે. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. આગ વીજ તારને અડી જતાં લાગી હોવાનું અનુમાન છે. મરચા ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકમાલિક અને ખેડૂતોને લાખો રુપિયાનું નુકસાન થયું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વિડિયો જુઓઃ