
Girls into love trap Rajkot: રાજકોટના જેતપુરમાંથી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અનેક મહિલાઓને પ્રેમ જળમાં ફસાવનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સો સોશિલયલ મિડિયાનો વધુ પડતો ઉપયોગ કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન છે. હાલ આરોપીની ગઢડા તાલુકાના એક ગામમાંથી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર એક યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો હતો. ત્યારબાદ મિત્રતા કેળવી છોકરીઓ અને મહિલાઓને પ્રેમજાણમાં ફસાવતો હતો. આ મામલે તાજેતરમાં જેતપુરમાં સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ કરવા બાબતે યુવકને રાજકોટના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હતી. જેની પોલીસે તપાસ કરતાં બહાર આવ્યું હતુ કે અન્ય એક શખ્સ ઇન્સ્ટાગ્રામ ફેંક એકાઉન્ટ બનાવી મેસેજ કરતો હતો અને અનેક મહિલાઓ સાથે વાત કરી પ્રેમજાળમાં ફસાવતો હતો.
ગઢડા તાલુકામાંથી આરોપીની ધરપકડ
મહિલાઓને પ્રેમજાળમાં ફસાવાતો યુવક ઝડપાયો | RAJKOT pic.twitter.com/9b6vPMP2FA
— The Gujarat Report (@TGujarat_Report) April 2, 2025
આ મામલે જેતપુર પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ઈસ્ટાગ્રામ પર મહિલાઓને ફસાવવાના સડયંત્રો કરતો ગઢડા તાલુકાના અડતાળા ગામના રહેવાસી પરેશ બાબુભાઈ પરમાર છે. આ આરોપીને પોલીસે અડતાળા ગામ ખાતે લોન રિકવરી એજન્ટ બનીને આરોપીના ઘરે પહોંચી હતી. ત્યાર બાદ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ગઠિયો ઓરીજનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત નજર રાખ
સાઇબર ગઠિયા પરેશ પરમારે ફરિયાદીના ઓરીજનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત નજર રાખતો અને ટ્રાવેલિંગ, ઘર, ધંધો, પરિવારના સભ્યોની બધી માહિતી એકઠી કરતો હતો. ત્યારબાદ પોતાના અંગત ઇન્સ્ટા એકાઉન્ટમાં અપલોડ કરતો હતો. સાઇબર ગઠિયો ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ રાખતો હતો. સાથે સાથે ફરિયાદીના હાથે જે છૂદણું હતુ, તે તેણે પોતાના હાથમાં બનાવ્યું હતુ. આરોપી ડમી એકાઉન્ટથી પ્રેમ જાણવા ફસાવીને રૂપિયા પડાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસને તપાસ દરમિયાન આરોપીના મોબાઇલમાંથી ઘણી બધી ચેટ, અમુક મહિલાઓ સાથેના વિડિયો કોલ, સ્ક્રીન રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે.
આરોપીના મોબાઇલમાંથી અન્ય વ્યક્તિઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના આઈડી મળી આવતાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. આ કિસ્સો મહિલાઓ માટે લાલબત્તી સમાન છે. જેથી મહિલાઓ સતત ઓનલાઈન રહેતી હોય તો સાયબર ફ્રોડથી બચવું જોઈએ.
આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA
આ પણ વાંચોઃ ભાજપ સરકાર ઈજ્જત કેમ ખોઈ રહી છે?, ડીસામાં 21 લોકોના જીવ ગયા! | DEESA | GUJARAT|
આ પણ વાંચોઃ Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના
આ પણ વાંચોઃ જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB
આ પણ વાંચોઃ અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|