ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA

Deesa fireworks factory fire: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં 1 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ અને વિસ્ફોટ થયો હતો. જેમાં 21 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના દેહોને મધ્ય પ્રદેશ પરિવારોની મંજૂરી વગર મોકલી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. આ ફેક્ટરીમાં મોટાભાગના કામદારો દેવાસ અને હરદા જિલ્લાના છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પ્રવીણકુમાર પટેલના જણાવ્યા મુજબ આ ફેક્ટરીમાં માત્ર સ્ટોરેજ મંજૂરી હતી, પરંતુ ત્યાં ફટાકડા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું હતુ. જે ગેરકાયદેસર હતું. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે નજીકના ખેતરોમાં મૃતદેહોના ટુકડા મળી આવ્યા હતા. ઘટના બાદ સરકારે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે, જે આ મામલે તપાસ કરશે. આ ટીમ દ્વારા જવાબદાર અધિકારીઓ અને નેતાઓની ભૂમિકા સ્પષ્ટ થશે. જો કે હાલ જવાબદાર અધિકારીઓ કોણ હોઈ શકે તે. વાંચો

ફેક્ટરી માલિકો

અત્યાર સુધી બે ફેક્ટરી માલિકોની ધરપકડ કરવામાં આવી છે.  માલિક દીપકની ઈડરથી ધરપકડ કરવામાં આવી છે, સાથે જ તેના પિતા ખૂબચંદ મોહની પણ ધરપકડ કરવામાં આવી છે. ફેક્ટરી ગેરકાયદે ફટાકડા બનાવવાનું કામ કરતી હતી, જેની મંજૂરી માત્ર સ્ટોરેજ અને વેચાણ માટે હતી.  જેથી તેઓએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

સ્થાનિક વહીવટી અધિકારીઓ

બનાસકાંઠા કલેક્ટર મિહિર પ્રવીણકુમાર પટેલ જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી કહેવાય. ત્યારે તેમની દેખરેખ હેઠળના વિસ્તારમાં જ આ દુર્ઘટના બની છે. જો ફેક્ટરી ગેરકાયદે કામ કરતી હતી, તો તેની નિયમિત તપાસ કે દેખરેખમાં બેદરકારી સામે આવી છે. પ્રાંત અધિકારી પણ આ ઘટનામાં જવાબદાર છે.

ડીસા મામલતદાર અને તાલુકા વહીવટ

સ્થાનિક સ્તરે ઔદ્યોગિક એકમોની મંજૂરી અને નિરીક્ષણની જવાબદારી તાલુકા સ્તરના અધિકારીઓની હોય છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં તેની જાણ ન થવી એ પ્રશ્નાર્થ ઉભો કરે છે.

ડીસા ધારાસભ્ય

ડીસા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રવીણ માળીની જવાબદારી બને છે કે પોતાના વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તેના પર નજર રાખવી, જેથી બેજવાબદાર ધારાસભ્ય સામે પણ પ્રશ્નો ઉભા થઈ શકે.

ડીસા પોલીસ, ફાયર સેફ્ટી ઓફિસર્સ

સ્થાનિક પોલીસને ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણ હોવી જોઈએ. જો તેઓએ આ અંગે કોઈ પગલાં ન લીધાં કેમ નહીં તે પણ એક સવાલ છે. જેથી તેમની પણ આ ઘટનામાં જવાબદારી બનતી હોય છે. ગેરકાયદેસર આટલી મોટી ફેક્ટરી ચાલતી હોય અને પોલીસ દ્વારા કર્યવાહી ન કરવામાં આવે. ફટાકડા જેવા જોખમી પદાર્થોની ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું કે નહીં, તેની તપાસ ફાયર વિભાગની જવાબદારી છે.

સરકાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વડા તરીકે, તેઓ સરકારની નીતિઓ અને વહીવટની નિષ્ફળતા માટે પરોક્ષ રીતે જવાબદાર ગણાઈ શકે છે. આ ઘટના બાદ તેમણે તપાસના આદેશ આપ્યા છે. ઔદ્યોગિક મંત્રી બલવંતસિંહ રાજપૂત રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને સલામતીની જવાબદારી તેમના મંત્રાલય હેઠળ આવે છે. આવી ઘટનાઓ નિવારવા માટે નીતિનું અમલીકરણ ન થયું હોય તો તેમની જવાબદારી બને છે.

આ પણ વાંચોઃ ભાજપ સરકાર ઈજ્જત કેમ ખોઈ રહી છે?, ડીસામાં 21 લોકોના જીવ ગયા! | DEESA | GUJARAT|

આ પણ વાંચોઃ Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના

આ પણ વાંચોઃ જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB

આ પણ વાંચોઃ અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

આ પણ વાંચોઃ  Surat: YOUTUBEના નકલી સિલ્વર-ગોલ્ડ પ્લે બટનનો બનાવતો શખ્સ ઝડપાયો

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ