
Rajkot News: રાજકોટના જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી સુધીના રોડ પર રેલ્વે વિભાગ દ્વારા એક 66 KVની અંડર ગ્રાઉન્ડ વીજલાઈન માટે ખાડા ખોદવાનું કામ ચાલું કર્યું છે. જેથી સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. નવાગઢના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી વીજલાઈનનું કામ અટકાવી બીજે નાખવા માગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ રીતે ગેસલાઈન અને વીજલાઈન સાથે રહેવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
તંત્રના અણઘડ વહીવટથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે!
રેલ્વે વિભાગ દ્વારા ધારેશ્વર 66 KV સબ સ્ટેશનથી જેતલસર જંકશન સુધીની KV કેવીની હેવી વીજલાઈન અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવી રહી છે. જેમાં આ વીજલાઈન ધારેશ્વર પાસેથી નવાગઢ પહોંચીને હવે નવાગઢના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટીના મુખ્ય રોડ પર અંડર ગ્રાઉન્ડ વીજલાઈન પસાર કરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જેથી સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
ચોમાસામાં દુર્ઘટનાની ભીતી
સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. અહીંથી ગેસલાઈન પણ પસાર થાય છે. જેથી બે લાઈન નજીક-નજીક હશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાશે. કારણે રેલવે વિભાગની હેવી વીજલાઈન હોય છે. આ કારણે જ ભારે વિરોધ નોંધાવ્યો છે. જો આ કામ રોકવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી
આ પણ વાંચોઃ વિદેશી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 પુરુષોને મારી કેનાલમાં નાખ્યા, પોલીસની સઘન તપાસ |Karnataka Rape Case:
આ પણ વાંચોઃ Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, ઘરનો ટીવી ચેનલ કેબલ કપાવ્યો, શું ચાલી રહ્યું છે?
આ પણ વાંચોઃ Bhavnagar raging: સિનયરોએ 3 ઈન્ટર્નશીપ કરતાં જૂનિયર ડોક્ટરોને માર માર્યો, હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના