
Rajkot News: ઉપલેટામાં નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગઈકાલે ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં ભાજપ 5 સીટ પર બિનહરીફ વિજેતા બની ગયું છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવનો ભાજપ પર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા એક એક ઉમેદવારને 10 લાખ રૂપિયા આપ્યા છે. સાથે જ કહ્યું કોંગ્રેસ ઉમેદવારોને દબાવ્યા છે. ચૂંટણી કામગીરીમાં ભાજપે ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દૂર ઉપયોગ કર્યો છે.
ધોરાજી અને ઉપલેટામાં વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહી ઢબથી યોજાતી હતી. જો કે આ વખતે ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ચૂંટણીમાં ખનીજ માફીયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ખનીજ માફીયાઓ પાસેથી પૈસા લઈને આ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા પૈસા આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
વસોયાના આક્ષેપ સામે ભાજપે આપ્યો જવાબ
લલિત વસોયાએ કરેલા આક્ષપોનો ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ જવાબ આપ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે દસ લાખ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપો પાયા વિહોણા છે.
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી: અત્યાર સુધી 20 ટકા મતદાન; બીજેપી-આપ વચ્ચે રોમાંચક મુકાબલો
રામોસણા શાળામાં બાળ મજૂરી, દૂર દૂર સુધી વિદ્યાર્થીઓ કચરો ઠાલવવા ગયા!, ગ્રાન્ટ મળતી હોવા છતાં….






