
Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ હવે હિંદુ ધર્મને ઠેસ પહોંચડતાં નિવેદનો આપવા ટેવાઈ ગયા છે, અને માફી પણ ફટાફટ માગી લે છે. શું આ સ્વીમીઓ લાઈમલાઈટમાં આવવા જાણી જોઈને વિવાદસ્પદ નિવેદનો આપે છે. કે પછી સ્વામિનારાયણમાં લખાઈ રહેલા પુસ્તકો જવાબદાર છે?, તે વાંચી વાંચીને તો સ્વામીઓ બફાટ કરતાં નથી ને? જો કે હવે સ્વામીઓએ વારંવાર હિંદુ ધર્મના દેવી-દેવતાઓનો ઈતિહાસ તોડી મરોડી, સ્વામીનારાયણ સાથે જોડી દેતાં વિવાદ સર્જાઈ રહ્યા છે. સ્વામીઓ હિુંદ ધર્મ અંગે વિવાદસ્પદ નિવેદનો આપતાં જરાય ખચકતાં નથી.
ત્યારે હાલમાં જ રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપે વાણી વિલાસ કર્યો હતો. તેમણે બ્રહ્મા-વિષ્ણુ મહેશને સ્વામિનારાયણના મેનેજર ગણાવ્યા હતા. જે બાદ સનાધન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ વિવાદનો મામલો વધુ વણસી જતાં નિત્યસ્વરૂપે માફી માગી છે. તેણે પોતાનો લૂલો બચાવ કરતાં વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો હોવાની વાત કરી, સાથે જ કહ્યું કે, આપણે સૌ એક છીએ.
સ્વામિ નિત્યસ્વરૂપદાસજીનો વિવાદ પર ટાઢું પાણી રેડવાનો પ્રયાસ #newsupdate #swami #nityaswarup #apology #gujaratinews
ભગવાનોનું અપમાન કરતો વિડીયો વાઈરલ થતાં માફી માંગવાનું જ્ઞાન લાધ્યું
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો વિવાદ હાલ ચરમ પર પહોંચ્યો છે pic.twitter.com/r7FCRKFFzA
— The Gujarat Report (@TGujarat_Report) March 31, 2025
વીડિયોમાં તેણે વધુમાં કહ્યું કે મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો, અને જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હાથ જોડીને માફી માગું છું. તેણે એમ પણ કહ્યું કે સનાતન ધર્મનું સન્માન કરે છે અને તેને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેશે. વધુમાં કહ્યું વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે રેકોર્ડ થઈ તે અમને પણ ખબર નથી. તેનું કટિંગ કરી રીલ બનાવી લોકોને ખોટા માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો કે સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચી હોય તો માફી માગીએ છીએ.
જુઓ વીડિયો શું વાણીવિલાસ કર્યો હતો?
સ્વામિનારાયણની મોટાઈ બતાવવા વધુ એક સાધુનો વાણીવિલાસ #newsupdate #swaminarayan #sadhu #brahma #viralvideo
“બધાં જ ભગવાન સ્વામિનારાયણના મેનેજર”
“સ્વામિનારાયણે બ્રહ્મા – વિષ્ણુ અને શંકરને બનાવ્યાં”
સ્વામિનારાયણ પંથના આવા સાધુઓ પર કોઈ લગામ લગાવશે કે નહીં? pic.twitter.com/x9Hc4ShtUE
— The Gujarat Report (@TGujarat_Report) March 30, 2025
આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan
આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?







