
ગુજરાતમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમો નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે હવે વધુ એક ઘટના રાજકોટમાંમાંથી બહાર આવી છે. જેમાં સ્કૂલવાન ડ્રાઈવરે જ બાળકી પર દુષ્કર્મ ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 12 ભણતી વિદ્યાર્થીની પર સ્કૂલવાન સંચાલકે બળાત્કાર ગુજાર્યો છે. 16 વર્ષ અને 9 મહિનાની બાળકીને સ્કૂલવાન ડ્રાઈવર સેફ ઇલ્યાસ મેમણ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ડ્રાઈવર રોજ બાળકીને સ્કૂલમાં લેવા-મૂકવા જતો હતો. તે દરમિયાન બાળકીને પ્રેમજાળમાં ફસાવી હતી, અને ત્યાર બાદ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. આરોપીએ અંગત પળોના વિડિયો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી સગીરાને લગ્નની લાલચ પણ આપતો હતો.
આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?
બાળકીનો ફોન તપાસતાં ભાંડો ફૂટ્યો
શંકા જતા પરિવારજનોએ સગીરાનો ફોન તપાસતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. જેથી આ બાદ પરિવારજને ડ્રાઈવર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી યુનિર્સિટી પોલીસે પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.
બે હોટલમાં લઈ જઈ સંબંધો બાધ્યા
પોલીસના જણાવ્યા અનુસાર ગત ડિસેમ્બર મહિનાથી આરોપી બાળકી સાથે શારિરીક સંબંધ બનાવતો હતો. સાથે જ બે હોટેલમાં પણ લઈ શારિરીક સંબંધો બનાવ્યા છે. જેથી હોટલો વિરુધ્ધ તપાસ હાથ ધરી માલિક વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે તમામ એંગલથી તપાસ હાથ ધરી છે.
પોલીસે શું કહ્યું?





