
Rajkot: અત્યારે ઘણા લોકો એવા હોય છે જે સમાજ સેવાની મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ સમાજના નામે ઘણા લોકો પોતાના રોટલા શેકતા હોય છે. ભુતકાળમાં આપણે ઘણા એવા લોકો જોયા જે સમાજ માટેના આંદોલનથી જાણીતા બને છે. તેઓ ફેમશ થયા બાદ સમાજને ભુલી જતા હોય છે. સમાજના નામે ચરી ખાવા વાળા લોકોને ખરેખરમાં તો સમાજની કોઈ ચિંતા હોતી નથી. ત્યારે અત્યારે રાજકોટમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે.
જીગીશા પટેલ અને બન્ની ગજેરાના ઓડિયોને લઈને ઉઠ્યા સવાલો
પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ અને જેલની હવા ખાઈ રહેલા બન્ની ગજેરા વચ્ચેની કથિત વાતચીત સામે આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે આ ઓડિયોમાં જીગીશા પટેલે બન્ની ગજેરાને નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની રણનીતિ ઘડવા માટે પ્રોત્સાહન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં “ખાલી સીડી , નરેશ પટેલ ગોંડલના ફાર્મ હાઉસમાં યુવતી સહિતની વાતચીત થઈ છે. મહત્વની વાત તે છે કે, બે દિવસથી આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે પરંતુ હજુ સુધી જીગીશા પટેલ કે નરેશ પટેલે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે આ ઓડિયો ક્લિપને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે આગળ લીગલી શું થઈ શકે છે પોલીસમાં જે પુરાવા માટે ફોન રાખવાનો હોય તેમાંથી ઓડિયો વાયરલ કેવી રીતે થયો ? તે અંગે વરિષ્ઠ પત્રકાર હેમાશું ભાયાણીએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.
ઓડિયો પોલીસ સ્ટેશનમાંથી કેવી રીતે વાયરલ થયો ?
હાલ જીગીના પટેલ અને બન્ની ગજેરાની વાતચીતનો સનસનીખેજ ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ નરેશ પટેલને ફસાવવાની વાત કરી રહ્યા છે જેમાં તેમણે છોકરી અને ફાર્મ હાઉસ સીડીની વાત કરી હતી. ત્યારે આ ઓડિયો સાચો છે કે, ખોટો શું કહીકત છે તે અંગે હજુ સુધી નરેશ પટેલ કે જીગીશા પટેલે કોઈ સ્પષ્ટતા આપી નથી. આ ઓડિયો પોલીસ સ્ટેશનમાંથી વાયરલ થઈ છે. પોલીસે જે પુરાવા તરીકે રાખવું જોઈએ તે કેમ વાયરલ કરવામાં આવી ? તેવા પણ સવાલ થઈ રહ્યા છે. આ તો માત્ર એક ક્લિપ છે. આવી કેટલી ક્લીપ હશે.
આ મામલે આગળ શું થઈ શકે છે ?
એવું જાણવા મળી રહ્યું છે કે, આમા જીગીશા પટેલને પ્લેટફોર્મ પુરુ પાડનારા લોકો પણ વાંકમાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. આમાં સબુત મળ્યું છે કે સમાજના લોકોને બ્લેકમેઈલ કરવાની ક્રીમીનલ પ્રોસિઝર છે. ગોંડલમાં હાલ બે કેમ્પ બની રહ્યા છે. ગોંડલમાં અમિત ખૂંટનો મુદ્દો હાલ સાઈડલાઈન થઈ ગયો છે. તેમજ એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, જીગીશા પટેલને કોને ક્લિપ દેખાડી, તેને કોને બનાવી ?
આમા ક્રીમીનલ પ્રોસીઝર થઈ શકે છે કેમકે જો ઓડિયોમાં વાત કરવામા આવી રહેલ નરેશ પટેલનો યુવતી સાથેનો વીડિયો સાચો હોય તો તેમાં વીડિયો બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેમજ તેને વાયરલ કરનાર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આમા જરુરી નથી કે નરેશ પટેલ જ ફરિયાદી બને પોલીસ પોતે પણ ફરિયાદી બનીને આ મામલે કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો:
Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ
Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો
Mgnrega Scam: કૌભાંડી મંત્રી પુત્રોના અઘરા દિવસો, બળવંત ખાબડની પણ ફરી ધરપકડ
Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર
JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?