લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી | Waqf Bill

  • India
  • April 4, 2025
  • 0 Comments

 Waqf Bill: વકફ સુધારા બિલને લોકસભા બાદ ગત રાત્રે રાજ્યસભામાં ચર્ચા બાદ મંજરી મળી ગઈ છે. મોડી રાત્રે 2 વાગ્યા પછી મતદાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ સમય દરમિયાન શાસક પક્ષ બિલ પાસ કરાવવામાં સફળ રહ્યો છે. વક્ફ સુધારા બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. આ રીતે 12 કલાકથી વધુ સમયની ચર્ચા પછી, રાજ્યસભા દ્વારા સવારે 2.32 વાગ્યે વકફ બિલ પસાર કરવામાં આવ્યું. શાસક પક્ષે આ બિલને વોટ બેંકની રાજનીતિથી દૂર અને રાષ્ટ્રીય હિત તરફનું એક પગલું ગણાવ્યું. વિપક્ષે આ બિલને બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું. ચર્ચા દરમિયા શાસક અને વિપક્ષ બંને પક્ષો તરફથી અનેક વખત ઉગ્ર દલીલો થઈ હતી. જો કે લોકસભામાં બિલ પસાર થયાના બીજા જ દિવસે, રાજ્યસભામાં પણ વકફ બિલ પસાર કરી મંજૂર કરી દીધું છે. હવે આ બિલ સહીં માટે રાષ્ટ્રપતિ પાસે જશે.

‘વક્ફ બિલ એક પણ મુસ્લિમને નુકસાન નહીં પહોંચાડે’

રાજ્યસભામાં વકફ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા, લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ એ કહ્યું કે આ ઐતિહાસિક બિલ એક પણ મુસ્લિમને નુકસાન પહોંચાડશે નહીં, પરંતુ કરોડો ગરીબ મુસ્લિમોને ફાયદો કરાવશે. બિલ પસાર થયા પછી જુઓ કે લોકો તેનું કેવું સ્વાગત કરે છે. આ દરમિયાન રિજિજુએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે મુસ્લિમોને ડરાવનારા તમે જ છો, અમને નહીં. તેમને મુખ્ય પ્રવાહમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. CAAનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેના પસાર થયા પછી, વિપક્ષે કહ્યું હતું કે મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવામાં આવશે. શું કોઈની નાગરિકતા છીનવાઈ ગઈ? રિજિજુએ વિપક્ષને સીધો પ્રશ્ન પૂછ્યો.

રિજિજુએ કહ્યું- અમે સાંભળનારા લોકો છીએ

વકફ સુધારા બિલ પસાર થતાં પહેલાં ચર્ચાનો જવાબ આપતા કિરેન રિજિજુએ કહ્યું કે હું ઈચ્છું છું કે કોઈ એવું ન કહે કે સરકાર કોઈનું સાંભળતી નથી. આપણે સાંભળનારા લોકો છીએ. જો આપણે જે મુસદ્દો તૈયાર કર્યો હતો તે પાસ કર્યો હોત, તો બિલનું સ્વરૂપ અલગ હોત. ચર્ચા અને સુધારા પછી, અમે તેને ઘણા ફેરફારો સાથે પસાર કરી રહ્યા છીએ. ઘણા વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો કે JPCમાં અમને સાંભળવામાં આવ્યા નથી. એવું નથી, તમે ઉઠાવેલા ઘણા મુદ્દાઓ પર અમે વિચાર કર્યો છે.

જેની પાસે બહુમતી હોય, તેની સરકાર – રિજિજુ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકશાહીનો નિયમ એ છે કે જેની પાસે બહુમતી હોય તે સરકાર બનાવે છે. એ ઠીક છે કે JPC માં તમને એટલો સમય ન મળ્યો હોય જેટલો તમે ઇચ્છતા હતા. હું JPC ના સભ્યોને કહેવા માંગુ છું કે તમે ઉઠાવેલા ઘણી કલમો પર અમે વિચાર કર્યો છે. ભલે તે કલેક્ટરનો મુદ્દો હોય કે ત્રણ આદિવાસી સભ્યો હોવા જોઈએ, અમે તે સ્વીકાર્યું છે.

‘તમે આ મુદ્દાઓ ઉઠાવ્યા અને અમે તેમને સ્વીકાર્યા’

રિજિજુએ કહ્યું કે તમારી વિનંતી પર અમે વકફ મિલકતને બાય-યુઝરમાં લીધી છે. જે લોકો હાલની મિલકત સાથે ચેડા નહીં કરે, તેમના માટે પણ તમારા સૂચન પર આવું થયું છે. કલેક્ટરથી ઉપરના કક્ષાના અધિકારીની નિમણૂક ફક્ત તમારા નિર્દેશ પર જ કરવામાં આવી હતી. તમે કહ્યું હતું કે ટ્રિબ્યુનલમાં ત્રણ સભ્યો હોવા જોઈએ, અમે તે પણ સ્વીકાર્યું છે.

‘જો મુસ્લિમોમાં ગરીબી છે તો તે કોંગ્રેસની નિષ્ફળતા છે’

કોંગ્રેસ પર પ્રહાર કરતા રિજિજુએ કહ્યું કે તમે આઝાદી પછી 60 વર્ષ સુધી શાસન કર્યું. છતાં જો મુસ્લિમોમાં ગરીબી છે તો તે તમારી નિષ્ફળતા છે. જે કામ તમે ન કરી શક્યા તે કામ પીએમ મોદી કરી રહ્યા છે. આખો દિવસ ઘણા વરિષ્ઠ લોકો પોતાને ખુલ્લા પાડતા રહ્યા. હું બોલવાનું વિચારી રહ્યો હતો. વકફ મિલકતમાં કોઈ દખલગીરી નથી. કોઈ એ કરી શકતું નથી. બિન-મુસ્લિમ કોઈપણ ધાર્મિક સંસ્થાનો સભ્ય બનશે નહીં. વકફ બોર્ડ એક વૈધાનિક સંસ્થા છે.

આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી

આ પણ વાંચોઃ SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? |  jewelers Suicide

આ પણ વાંચોઃ ‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal

આ પણ વાંચોઃ ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|

Related Posts

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
  • October 27, 2025

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

Continue reading
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 8 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 8 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 5 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 20 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 25 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC