
Amreli: પોલીસ પ્રજાનો મિત્ર ગણાઈ છે પોલીસ જનતાની કાયદાકીય રીતે મદદ કરે છે પોલીસનું કામ છે કાયદાનું રક્ષણ કરવાનું પરંતુ અત્યારે રક્ષક જ ભક્ષકની ભૂમિકામાં જોવા મળી રહી છે. અમરેલીમાં બે પોલીસ કર્મીઓએ ખાખીને લજવી છે. અમરેલીમાં ખાખીને કલંકિત કરનારા બે પોલીસ કર્મીઓ સામે દુષ્કર્મનો ગુન્હો નોંધાયો છે. પરંતુ આ પોલીસ કર્મીઓ હજુ સુધી ફરાર છે ત્યારે ખાખીને દાગ લગાડનાર આ પોલીસકર્મીઓ કોણ છે તેના વિશે વાત કરીશું આ રિપોર્ટમાં.
પોલીસ કર્મીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
બાબરાના પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણે એક 14 વર્ષની સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલા કરીને એકવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી હતી. 4 માસથી શરીરે અડપલા કરીને શારીરિક સંબંધો બાંધતો પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મી સામે અમરેલી મહિલા પોલીસમાં અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ તળે ગુન્હો નોંધવામા આવ્યો છે. આ પોલીસકર્મી સગીરાની માતાને હેરાન કરીશ તેવી ધમકી આપીને સ્નેપચેટમાં વાતો કરી અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો હતો ત્યારે ફરિયાદ નોંધાતા નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે. સગીરાના પિતાની ફરિયાદના આધારે ખાખીને કલંકિત કરતા પોલીસ કર્મીને ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે .
અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ
બીજી ઘટનામાં અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકીએ સાવરકુંડલાના સીમરણની 30 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરેલો હતો. ત્યારે પીડિતા મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે અમરેલી સીટી પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે આમ બાબરાના પોલીસ કર્મી સામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તેમજ અમરેલી હેડ કવાંટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે દુષ્કર્મનો ગુન્હો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.
Amreli માં 2 પોલીસકર્મીઓ સામે દુષ્કર્મની ફરિયાદને લઈને પોલીસનો ખુલાસો #Amreli #Amrelipolice #Rapecase #Crime #Gujaratpolice #Gujarat #Thegujaratreport pic.twitter.com/yWRULAEb4L
— The Gujarat Report (@TGujarat_Report) June 2, 2025
ASP જયવીર ગઢવીનું નિવેદન
ખાખીને દાગદાર કરનાર દુષ્કર્મના બન્ને પોલીસ કર્મીઓ હાલ ફરાર થઈ જતા તપાસ અધિકારી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો જણાવી હતી. અમરેલી પોલીસ બેડામાં ફરજ બજાવતા બે બે પોલીસ બન્ને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે ને ટૂંક સમયમાં દુષ્કર્મી પોલીસ કર્મીઓ પકડાઈ જશે તેવું ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:
Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ
Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો
Mgnrega Scam: કૌભાંડી મંત્રી પુત્રોના અઘરા દિવસો, બળવંત ખાબડની પણ ફરી ધરપકડ