
Anklav police Viral Video: આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે બનેલી જઘન્ય ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 6 વર્ષિય બાળકીને ઉઠાવી લઈ દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી છે. જો કે આંકલાવ પોલીસ આરોપી અજય પઢિયારને છાવરી રહી હોય તેવા હાલ સર્જાયા છે. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અજય પઢિયાર પોલીસના કહેવા પર લંગડાવવાનું નાટક કરતો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આંકલાવ પોલીસે ગ્રામજનો સાથે ગેરવર્તન કર્યું છે. ફરિયાદ કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતુ. ત્યારે હાલ આ વાયરલ વીડિયોએ આંકલાવ પોલીસની જ નહીં હર્ષ સંઘવીના ગૃહ વિભાગની પોલ ખોલી છે.
શું છે બની હતી ઘટના?
ગત શનિવારે નવાખલ ગામમાં રહેતી પરિણીતા બંગલે ઘરની બહાર વાસણ ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન તેમની 6 વર્ષની પુત્રી ઘરની નજીક દાદર પાસે રમી રહી હતી. ત્યારે લગભગ સાંજ 4:10 વાગ્યે ગામમાં રહેતો અજય પઢીયાર બાળકીને મકાઈ ખવડાવવાના બહાને પોતાની બાઇક પર બેસાડી નદીકિનારે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પોતાના કૃત્યને છૂપાવવા બાળકીનો મૃતદેહ નિઝામપુરા મીની નદીમાં ફેંકી દીધો હતો. ત્રણ દિવસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની કામગીરીનો વીડિયો વાયરલ
આ ઘટનમાં આરોપી અજય પઢિયારનું ગઈકાલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. જો કે તે દરમિયાનનો એક વીડિયો વાયલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કેટલાંક પોલીસકર્મીઓ આરોપી અજય પઢિયારને લૉકઅપમાંથી બહાર કાઢી લાવે છે. તે આરોપી સીધો સ્વસ્થ રીતે ચાલે છે. જોકે ત્યા આંકલાવના PSI આવી પહોંચે છે અને આરોપીની નજીક જઈને કંઈ કહે છે, જે બાદ તરત જ આરોપી લંગડાવવાનું ચાલુ કરે છે. ત્યારે આ વીડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેની લોકો ટીકા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે પોલીસે કાન જઈને કહ્યું અને આરોપી લંગડાવા લાગ્યો આ કેવું નાટક છે. પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. લોકો હર્ષ સંઘવીના ગૃહ વિભાગ અંગે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
બીજી તરફ આવું ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં થાય છે, જ્યા પોલીસ આરોપીને લંગડાવવાનું ખોટું નાટક કરે છે. જેથી લોકોને વિશ્વાસ આવે પોલીસે કડક કાર્યવાહી કરી. જો કે એ હકીકત સંપૂર્ણ સાચી નથી. પોલીસ લોકોનો ગુસ્સો ઠારવા અનેક પેંતરા કરતી હોવાનું આ વીડિયો પરથી લાગે છે.
અગાઉ પણ ગ્રામજનો સાથે પોલીસનું ગેરવર્તન
બાળકી ગુમ થયા બાદ સરપંચ સહિત ગ્રામજનો આંકલાવ પોલીસે પહોંચ્યા હતા અને બાળકીને સોધવા અપિલ કરી હતી. જોકે આંકલાવ પોલીસે ગ્રામજનો સાથે ગેરવર્તન કર્યું હતુ. પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન પોલીસે જણાવ્યું હતુ કે આ પોલીસ સ્ટેશન છે નગરપાલિકા નથી. તે ઘૂસી જશો. આગળ વધ્યા તો ગુનો દાખલ થશે. પોલીસના વર્તનથી ગામલોકોમાં રોષ ફેલાયો હતો.
આ પણ વાંચો:
Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!઼
Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?
Ahmedabad: કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ
Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?
Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!
ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade
Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?