વાલ્મીકિ રામાયણમાં રાવણનું પૂતળું દર વર્ષે બાળવું જોઈએ તેવી કોઈ જ વાત નથી

  • Dharm
  • October 2, 2025
  • 0 Comments
  • 1948માં પહેલીવાર રાવણ દહન કરાયું હોય તેવી ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે.
  • બિહારના પટનામાં 1955 આસપાસ રાવણનું પૂતળું બાળવાની શરૂઆત થઈ હતી.
  • વાલ્મીકિ રામાયણમાં રાવણના વધ પછી તેના અંતિમ સંસ્કારનું વર્ણન છે, પરંતુ, પૂતળાં બાળવાની કોઈ વાત નથી.

Ravan Dahan | ભારતમાં સંઘ અને હિન્દુ મહાસભા પ્રેરિત મહાનુભાવોએ મન ફાવે તે રીતે ધર્મનો ખોટો પ્રચાર કર્યો છે. એમાંય છેલ્લાં અઢી દાયકાથી ગુજરાતમાં તો નરેન્દ્ર દામોદરદાસ મોદી અને તેમના સમર્થકોએ હિન્દુ તહેવારોનો રાજકીય લાભ લેવા સિવાય કોઈ ધંધો કર્યો જ નથી. ધર્મનો રાજકીય લાભ લેનારા તત્વો અત્યારે સત્તામાં છે અને અંધભક્તો આ તત્વોની આરાધનામાં એટલાં વ્યસ્ત છે કે, તેઓને સ્વયં પ્રભુ રામ ધરતી પર આવે તો પણ તેઓની આંખો ખોલી શકવા માટે સમર્થ નથી.

આજે વિજયાદશમી નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર રાવણનું પૂતળું બાળીને લોકો હર્ષોલ્લાસ અનુભવશે. બાકી, આ પરંપરા ક્યારથી શરૂ થઈ? તે અંગે શોધખોળ કરવાનો સમય નહીં કાઢે. નાની – મોટી વાતે ઉત્સવના તાયફા કરનારી મોદી સરકારને અંધભક્તોની જ જરૂર છે. અને અંધભક્તો તૈયાર કરવાની ફેક્ટરીઓ એમણે જ શરૂ કરી હતી. જેની ઘણી પ્રોડક્ટ્સ આજે બજારમાં બેફામ ફરી રહી છે અને જીએસટી ઘટાડાના બચત ઉત્સવનો આનંદ માણી રહી છે. પણ, સવાલ નથી કરી રહી કે, વસ્તુઓના ભાવ ઘટ્યા કેમ નથી?

રાવણનાં પૂતળાંનું દશેરાના દિવસે દહન કરવાની પરંપરા વિશે તપાસ કરતાં જાણવા મળે છે કે, આ પરંપરા પ્રાચીન નથી. વાલ્મીકિ રામાયણમાં પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો, ત્યારબાદ મૃત્યુની અંતિમ ઘડીઓ ગણી રહેલાં રાવણ પાસે જ્ઞાન મેળવવા માટે લક્ષ્મણને મોકલ્યો હોવાનો અને બાદમાં રાવણના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તેનું વર્ણન છે. પરંતુ, બાદમાં દશેરા નિમિત્તે રાવણનું પૂતળું બનાવી તેનું દહન કરવું તેવી કોઈ પરંપરા અંગેનું વર્ણન જોવા મળતું નથી.

ખરેખર તો રાવણ એ મહાદેવનો પરમભક્ત હતો. ખૂબ જ જ્ઞાની હતો. માત્ર તેનો અહંકાર એટલો વિશાળ થઈ ગયો હતો કે સ્વયં નારાયણે શ્રી રામનો અવતાર લઇને તેનો સંહાર કરવો પડ્યો હતો. લંકા તરફ પ્રવાસ શરૂ કરતાં પહેલાં પ્રભુ શ્રી રામે પણ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. અને રાવણના સંહાર બાદ શ્રી રામ પણ વ્યથિત હતાં કારણ કે, મહાદેવ સ્વયં દુઃખી થયા હતાં રાવણના મૃત્યુ પર. એકંદરે, રાવણનો સંહાર કરવો એ એક નિયતિની ઘટના હતી. બાકી, રાવણનો સંહાર કરીને કોઈ મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ આપણાં શાસ્ત્રોમાં જોવા મળતી નથી.

પરંતુ, ભારતને આઝાદી મળ્યા બાદ રાવણનું પૂતળું બાળવાનું શરૂ થયું હોય તેવાં પ્રમાણ મળે છે. પાકિસ્તાનની ભારત આવેલાં હિન્દુ અને શીખ શરણાર્થીઓએ 1948માં રાવણનું પૂતળું બાળ્યું હોવાની ઘટના ઇતિહાસકારો જણાવે છે. કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે, આ આઝાદીની લડાઈના પ્રતીક તરીકે રાવણના પૂતળાંને બાળવામાં આવ્યું હતું.

ફ્રાન્સના પ્રવાસી જીન-બેપ્ટિસ્ટ ટેવર્નિયર 17મી સદીમાં ઉત્તર ભારતના પ્રવાસે આવ્યા હતાં. ત્યારે તેમણે દશેરા નિમિત્તે રાવણનું પૂતળું બાળવાની ઘટના જોઈ હોવાનું વર્ણન તેમના પુસ્તકમાં જોવા મળે છે. જોકે, તે ઘટનાને ઘણાં ઇતિહાસકારો હાલના રાવણ દહન સાથે સાંકળતાં નથી. બિહારના પટનામાં રાવણનું પૂતળું બાળવાની પરંપરા 1955 આસપાસ શરૂ થઈ હતી. જોકે, કોઈ એક વ્યક્તિ દ્વારા આ પરંપરા શરૂ કરાઈ હોવાના કોઈ જ પુરાવાઓ મળતાં નથી.

રાવણનું પૂતળું બાળતાં પહેલાં રામ લીલા ભજવવામાં આવે છે. અને રામ લીલાના મંચનને અંતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જોકે, હાલના સમયમાં રામ લીલામાં બોલીવુડનું દૂષણ ઘુસાડીને મનોરંજન પુરું પાડવામાં આવે છે. જ્યારે રામ લીલા એ જન જાગૃતિ માટે પવિત્રતાથી ભજવવામાં આવતું નાટ્ય ગણવામાં આવતું હતું. પરંતુ, મોદી અને યોગી રાજમાં ધર્મમાં દૂષણો બેફામ ઘુસી રહ્યાં છે. તાજેતરમાં કાવડયાત્રા દરમિયાન પણ અશોભનિય યાત્રાઓના દ્રશ્યો સામે આવ્યા હતાં. તેવાં જ દ્રશ્યો આજકાલની યુપી – બિહારની રામલીલામાં બનતાં હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Mahashivratri: આજે મહાશિવરાત્રી ; જાણો શિવ ઉપાસના અને પૂજાનું મહત્વ
  • February 15, 2026

Mahashivratri: આજે મહાશિવરાત્રી પર્વ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુભ મુહૂર્ત દરમિયાન જલાભિષેક અને તેમની પૂજા કરવાની પરંપરા છે. આજે શિવ ઉપાસનાનો તહેવાર છે જે…

Continue reading
Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?
  • November 5, 2025

Dev Deepavali: આપણા દેશમાં પ્રાચીન ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે આજે દેવ દિવાળી છે જે કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ઉદયાતિથિ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • March 11, 2026
  • 3 views
Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

  • March 11, 2026
  • 5 views
Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 11, 2026
  • 7 views
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

  • March 11, 2026
  • 11 views
Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

  • March 11, 2026
  • 21 views
Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત

  • March 11, 2026
  • 13 views
Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત