RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

  • Sports
  • June 3, 2025
  • 0 Comments

RCB vs PBKS Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ વખતે IPL નો નવો ચેમ્પિયન બનવા જઈ રહ્યો છે, કારણ કે RCB અને પંજાબ આજ સુધી ટાઇટલ જીતી શક્યા નથી.

આજે RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

IPL ફાઇનલની હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ખાસ વાત એ છે કે ઘણા વર્ષો પછી એવી તક આવી રહી છે કે ફાઇનલમાં ગમે તે ટીમ જીતે, નવો ચેમ્પિયન ચોક્કસ મળશે. RCB અને પંજાબ કિંગ્સની ટીમો પહેલી સીઝનથી IPL રમી રહી છે, પરંતુ હજુ સુધી તેમના નસીબમાં ટ્રોફી આવી નથી. આ વખતે પણ એક ટીમ તેનાથી વંચિત રહેશે, જ્યારે એક ટીમને પહેલી વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ મળશે.

વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર ટ્રોફીની રાહ જોઈ રહયા છે

ભલે આ વખતે રજત પાટીદાર RCB ની કેપ્ટનશીપ કરી રહ્યા હોય, પણ આ ટીમની ખરી ઓળખ વિરાટ કોહલી છે. દુનિયાભરમાં અનેક ટાઇટલ જીતનાર કોહલી પોતાની પહેલી IPL ટ્રોફીની રાહ જોઈ રહ્યો છે. તે જ સમયે, શ્રેયસ ઐયર સતત બે વાર ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ગયા વખતે તે KKR ના કેપ્ટન હતા, આ વખતે તે પંજાબનો હવાલો સંભાળી રહ્યા છે.

ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું

ઉલ્લેખનીય છે કે, IPL 2025 ની બીજી ક્વોલિફાયર મેચમાં, પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરી 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબની ટીમ ઇતિહાસમાં બીજી વખત ફાઇનલમાં પહોંચી છે અને હવે તેની પાસે પ્રથમ વખત IPL ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. પંજાબને આ સ્તરે પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. તેણે આખી સિઝન દરમિયાન સારી કેપ્ટનશીપ જ નહીં, પણ પોતાની બેટિંગથી ઘણી વખત ટીમને જીત અપાવી. શ્રેયસ ઐયર આ સિઝનમાં પંજાબનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલા દિવસોથી સ્ટાર પ્લસ પર IPL ની જાહેરાત આપવામાં આવી રહી છે. જેમાં તેઓ વિરાટ કોહલીની જર્સી નંબર 18 ને પ્રમોટ કરી રહ્યા છે. જેમકે આ એડમા જોવા મળી રહ્યું છે કે, વિરાટ કોહલી જે હોટલમાં બેઠા છે તેનું ટેબલ નંબર પર 18 છે. તેઓ જે કોફી મંગાવે છે તેમાં પણ 18 લખેલું છે આમ આખી જાહેરાતમાં 18 નંબરને બતાવવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ તે થાય છે કે, bcci કેમ RCBને સમર્થન કરી રહ્યું છે. શું પહેલાથી જ RCBની જીત નિશ્વીત કરી દેવામાં આવી છે?

વિરાટ કોહલી અને 3 જૂનનું અદ્ભુત સંયોજન

આજે સંયોગ પણ એવો થયો છે કે, આજે 3 તારીખ થઈ છે. આજની તારીખ એટલે કે 03-06-2025 પોતાનામાં ખાસ માનવામાં આવે છે. જો આપણે આ તારીખના અંકો ઉમેરીએ. 3 + 6 + 2 + 0 + 2 + 5 = 18 અને કોનો નંબર 18 છે? વિરાટ કોહલીનો, આ સંયોગ છે જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. RCB ચાહકો તેને નસીબની નિશાની માની રહ્યા છે. તેમનું માનવું છે કે જ્યારે તારીખ પોતે વિરાટના જર્સી નંબર સાથે મેળ ખાય છે, તો કદાચ આ વખતે RCBને ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં.

લલિત મોદીના જૂના નિવેદનો

પૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદીએ નવેમ્બર 2024માં એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે આઈપીએલમાં ફિક્સિંગ મોટા પાયે થાય છે, અને ઘણી ફ્રેન્ચાઈઝીના માલિકો તેમાં સામેલ રહ્યા છે. તેમણે દાઉદ ઈબ્રાહિમ દ્વારા ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 આમ IPL ફાઈનલની તારીખથી લઈને જર્સી નંબર સુધી, બધું જ 18 નંબર, શું તે જીતને કા કારણ હશે? તે તો જ્યારે મેચનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ વખતની IPL માં શું થાય છે તેના પર સૌકોઈની નજર રહેલી છે. કોણ જીતશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે.

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

અહેવાલ: સરિતા ડાભી

Related Posts

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ
  • December 13, 2025

Cricket Match Fixing: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મેચ ફિક્સિંગની એક ઘટના સામે આવી છે,આસામ ક્રિકેટ એસોસિએશને તેના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે,મેચ ફિક્સિંગ કૌભાંડથી ક્રિકેટ જગત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં…

Continue reading
IND vs SA: ભારતે પહેલી T20 મેચમાં દ.આફ્રિકાને 101 રનથી હરાવ્યુ!
  • December 10, 2025

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં ખેલાયેલા પાંચ મેચોની T20 સીરિઝના પહેલા જંગમાં ભારત 101 રનથી જીત્યું છે, આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 8 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 4 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 12 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 18 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 20 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 26 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!