દિલ્હીમાં બીજેપીની જીતને લઈને ઓમાર અબ્દુલ્લાએ કહ્યું- હજું લડો અંદરોદર

  • India
  • February 8, 2025
  • 0 Comments
  • દિલ્હીમાં બીજેપીની જીતને લઈને ઓમાર અબ્દુલ્લાએ કહ્યું- હજું લડો અંદરોદર

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાલના વલણમાં આમ આદમી પાર્ટીની હાર નિશ્ચિત મનાઈ રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલા હાલના આંકડા અનુસાર ભાજપ આગળ ચાલી રહી છે. હવે આ ચૂંટણી પરિણામોને લઈને INDIA ગઠબંધનમાં આંતરિક ઝઘડાની શરૂઆત થઇ ગઈ છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ પરિણામોને લઈને ગુસ્સે ભરાયા છે. તેમણે હારનું કારણ ગઠબંધનના અભાવને જણાવ્યું છે. તેમને એક મીમ શેર કર્યું હતું જેમાં એક સાધુ કહે છે કે, ‘હજુ લડો અંદરોઅંદર, સમાપ્ત કરીદો એકબીજાને.’ આ રીતે તેમણે હારનું ઠીકરું કોંગ્રસ પર ફોડ્યું હતું.

તેમનું માનવું છે કે, ‘ગઠબંધન ન હોવાથી આવું પરિણામ આવ્યું છે. અન્યથા જો એકતા હોત તો ભાજપને પડકાર ફેંકી શકાયો હોત.’ તો બીજી તરફ ઓમર અબ્દુલ્લાની આ ટીપ્પણી પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું હતું કે, ‘અબ્દુલ્લાને જે કહેવું હોત તે કહે, પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે, કોંગ્રેસ ચૂંટણી લડવાનું બંધ તો નહી કરે. આ અમારો અધિકાર છે અને લોકશાહીમાં બધા એ ચૂંટણી લડવી જ જોઈએ.’ અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણીના થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી અને કોગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચા થઇ હતી. પરંતુ તે પરિણામમાં પરિણમી નહી. આખરે બંને અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા.

આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી 2025: આપ-બીજેપીની હાર-જીતના શું છે કારણો? 1993 પછી 2025માં BJPને મળી સફળતા

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 3 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 4 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 13 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 19 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 39 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના