
સનાતન ધર્મના ઋષિમુનિઓ જપતપ કરનારા સાધુસંતો જ નહોતા પણ શોધ-સંશોધન કરનારા મહાન વિજ્ઞાનીઓ પણ હતા. કારણ કે ઋષિમુનિઓએ માત્ર ગ્રહનક્ષત્રોની સમજ જ નથી આપી પણ ધાતુના માનવજીવન અને માનવશરીર પરથી અસરો પણ સમજાવી છે. વેદ-ઉપનિષદોમાં ધાતુના ઉપયોગનું મહત્ત્વ વર્ણ્યું છે. એમાંથી કઈ ધાતુના વાસણમાં ભોજન કરવાથી કેવા લાભલાભ થાય એ પણ દર્શાવ્યું છે. તો આવો જાણીએ સોનાની થાળીમાં જમવાથી શો લાભ થાય છે અને એલ્યુમિનિયમ ફૉઇલમાં વીંટેલો ખોરાક ખાવાથી શું નુકસાન થાય છે. સોનું : સોનાની પ્રકૃતિ ગરમ છે. સોનાથી બનેલા વાસણમાં રસોઈ કરવાથી અને જમવાથી શરીરના આંતરિક અને બાહ્ય બંને રીતે બળ મળે છે. શક્તિ વધે છે અને શરીર મજબૂત બને છે. સાથેસાથે આંખનું તેજ પણ વધે છે.
ચાંદી : ચાંદી ઠંડી ધાતુ છે. એટલે ચાંદી શરીરને આંતરિક રીતે ઠંડક આપે છે. મનને શાંત રાખવા માટે પણ ચાંદી ઉપયોગી છે. શરીરને શાંત રાખતી ચાંદીના વાસણમાં રસોઈ બનાવો અને ભોજન કરો તો મસ્તિષ્ક તેજ બને છે. આંખ સ્વસ્થ રહે છે, આંખનું તેજ વધે છે. એ સિવાય પિત્તદોષ, કફ અને વાયુદોષ નિયંત્રિત રહે છે.
કાંસું : કાંસાના વાસણમાં બનાવેલી રસોઈ જમવાથી બુદ્ઘિ કુશાગ્ર થાય છે. રક્ત શુદ્ધ થાય છે. રક્તપિત્ત શાંત રહે છે અને ભૂખ વધારે છે પણ કાંસાના વાસણમાં છાશ, કઢી જેવી ખાટી વાનગીઓ ન પીરવસી જોઈએ. કારણ કે એ વાનગીઓની ખટાશ કાંસા સાથે ભળીને ઝેરી બની જાય છે અને નુકસાન થાય છે. કાંસાના વાસણમાં રસોઈ બનાવવાથી માત્ર 3 ટકા પોષક તત્ત્વ જ નષ્ટ થાય છે.
તાંબું : તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી વ્યક્તિ રોગમુક્ત થાય છે, રક્ત શુદ્ધ થાય છે, સ્મરણ શક્તિનો વિકાસ થાય છે. લીવર અંગેની સમસ્યાઓ દૂર થાય છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નોશ કરે છે. એટલે આ પાત્રમાં રાખેલું પાણી પીવાનું સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. જોકે દૂધ તાંબાના વાસણમાં ન પીવું જોઈએ. એનાથી શરીરને નુકસાન થાય છે.
પીત્તળ : પીત્તળના વાસણમાં રસોઈ કરવાથી અને ભોજન કરવાથી કૃમિ રોગ, કફ અને વાયુદોષની બીમારી થતી નથી. પીત્તળનાં વાસણમાં રસોઈ બનાવવાથી માત્ર 7 ટકા પોષક તત્ત્વ નષ્ટ થાય છે.
લોહ/લોખંડ : લોખંડના વાસણમાં ભોજન કરવાથી શરીરને શક્તિ મળે છે. લોહતત્ત્વ શરીરમાં ઉપયોગી પોષક તત્ત્વો વધારે છે. લોખંડ અનેક રોગોનો નાશ કરે છે. પાંડુ રોગ મટાડે છે. શરીરમાં સોજો અને પીળાશ આવવા દેતું નથી. કમળો પણ થતો નથી પણ લોખંડના વાસણમાં ભોજન કરવાનું વર્જ્ય છે. કારણ કે એવું કરવાથી બુદ્ધિ ઘટવા લાગે છે અને સમય જતાં મસ્તિષ્કનો નાશ થાય છે. લોખંડના પાત્રમાં દૂધ પીવાનું લાભદાયક છે.
સ્ટીલ : સ્ટીલના વાસણ ગરમી કે પિત્ત સાથે કોઈ ક્રિયા કરતાં ન હોવાથી કોઈ નુકસાન થતું નથી. સ્ટીલના વાસણમાં રસોઈ બનાવવાથી કે ભોજન કરવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી પણ કોઈ લાભ પણ થતો નથી.
એલ્યુમિનિયમ : એલ્યુમિનિયમ બોક્સાઇટમાંથી બને છે એટલે એલ્યુમિનિયમનાં વાસણોમાં રસોઈ બનાવવાથી, એમાં પૅક કરેલું ભોજન ખાવાથી માત્ર ને માત્ર નુકસાન થાય છે. એ આયર્ન અને કૅલ્શિયમ શોષી લે છે એટલે રસોડામાંથી એલ્યુમિનિયમ દૂર જ રાખવું હિતાવહ છે. એનાથી હાડકાં નબળાં પડે છે. માનસિક બીમારી થાય છે, લીવર અને નર્વ્સ સિસ્ટમને ક્ષતિ પહોંચે છે. સાથેસાથે કિડની ફેલ થવી, ટીબી, અસ્થમા, દમ, વાત રોગ, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી થાય છે. એલ્યુમિનિયમના પ્રેશર કૂકરમાં બનતી રસોઈમાંથી 87 ટકા પોષક તત્ત્વ નષ્ટ થઈ જાય છે.
માટી : માટીના વાસણમાં રસોઈ બનાવવાથી શરીરને બીમારીથી દૂર રાખતાં પોષક તત્ત્વો મળે છે. માટીનાં વાસણોમાં ભોજન કરવાથી અનેક પ્રકારના શારીરિક રોગ નષ્ટ થાય છે એ ઋષિમુનિઓએ કહેલી વાત અત્યારનું વિજ્ઞાન પુરવાર કરી ચૂક્યું છે. આયુર્વેદ પ્રમાણે ભોજનને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવું હોય તો માટીના વાસણમાં ધીમેધીમે રાંધવું જોઈએ. માટીનાં વાસણમાં રસોઈ બનતાં સમય લાગે છે પણ તેનાથી સ્વાસ્થ્યને સંપૂર્ણ લાભ મળે છે. દૂધ અને દૂધથી બનેલાં ઉત્પાદનો માટે માટીનાં વાસણ સૌથી શ્રેષ્ઠ છે. માટીનાં વાસણમાં રસોઈ બનાવવાથી પૂરેપૂરાં 100 ટકા પોષક તત્ત્વ મળે છે. અને માટીના વાસણમાં ભોજન કરવામાં આવે તો રસોઈ વધુ સ્વાદિષ્ટ લાગે છે.
આ પણ વાંચોઃ
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Bhavnagar: ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિદ્રામાં!
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!










