
Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન કરવામાં આવે છે અને જો તમારી પાસે સ્માર્ટ ફોન ન હોય તો UPI પેમેન્ટ કરી શકાતું નથી પણ હવે તે દિવસ જુના થઈ ગયા કારણ કે નવી ટેક્નોલોજીમાં હવે UPI ટ્રાન્જેક્શન એક સ્માર્ટ રિંગ એટલે કે વીંટીથી થઈ જશે.
મતલબ કે યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન, ડેબીટકાર્ડ કે ક્રેડીટકાર્ડની જરૂર નહિ પડે. પરંતુ એક રીંગથી હવે પેમેન્ટ થઇ શકશે. આ વીંટીનું નામ છે Muse Ring One. આ રિંગ વિયરેબલ પેમેન્ટ ઇકો સિસ્ટમ પર કામ કરશે.
જેને Muse Wallet અને NPCIના RuPay નેટવર્કની સાથે મળીને તૈયાર કરવામાં આવ્યા છે. NFC ઇનેબલ POS પર આ રિંગને ટચ કરીને પેમેન્ટ કરી શકાશે. કોઈ પણ POS મશીન પર આ રિંગ ટચ કરવાથી પેમેન્ટ થઇ જશે પણ આ માટે પેમેન્ટ મશીનમાં NFCનું ફીચર હોવું જરૂરી છે. અન્ય પેમેન્ટના NFC પ્રોડક્ટની ટેકનોલોજી પર જ આ રીંગ પણ કામ કરશે એટલે કે ટેપ એન્ડ પે ટેકનોલોજી પર આ રીંગ કામ કરશે.
આ નવી રિંગ Muse Ring Oneમાં ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધાતો છેજ પણ સાથેસાથે 24/7 હેલ્થ ટ્રેકિંગ ફીચર્સની પણ સુવિધા પણ છે, જેમ કે સ્લીપ ટ્રેકિંગ વગેરે, જે મોબાઇલ એપમાં બતાવવામાં આવશે. આ રિંગ Muse Wallet ના ઓફિશિયલ પોર્ટલ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
Ring One રિંગ એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ સાત દિવસ સુધી ચાલે છે, ઉપરાંત, આ નોન એલર્જિક પ્રોડક્ટ છે, એટલે કે તેમાં મેડિકલ ગ્રેડ મટિરિયલનો ઉપયોગ કરાયો છે,જેથી ત્વચાને નુકસાન ન થાય તેવો દાવો કરવામાં આવ્યો છે.
ઓફિશિયલ પોર્ટલ પર આ વેરેબલ પ્રોડક્ટ 28,999 રૂપિયામાં લિસ્ટેડ છે. તે ત્રણ વેરિઅન્ટમાં આવે છે – ટાઇટેનિયમ-સિરામિક અને ટાઇટેનિયમ વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા છે. 18-કેરેટ સોલિડ ગોલ્ડની કિંમત 99999 રૂપિયા છે, જેમાં 6-7 ગ્રામ ગોલ્ડ વપરાયું છે. બંને વેરિઅન્ટમાં ઘણા કલર ઓપ્શન મળે છે.
જણાવી દઈએ કે NFC-ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ પહેલાથી જ 40 દેશોમાં કાર્યરત છે. બેંકના ડેબિટ કાર્ડમાં પણ NFC સપોર્ટ મળે છે. Muse Wallet હવે આ પ્લેટફોર્મને ભારતમાં RuPay દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો હેતુ ડિજિટલ પેમેન્ટને વધુ સારું બનાવવાનો છે.
આ પણ વાંચો:
Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?
Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી
Pankaj Dheer: મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું અવસાન, 68 વર્ષની વયે કેન્સર સામે ‘જંગ’ હર્યા










