ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ પહેલા રોહિત-કોહલી અને ગંભીરની મીટિંગ બની ચર્ચાનો વિષય; જાણો શું છે મુદ્દો

  • Sports
  • March 9, 2025
  • 0 Comments
  • ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ પહેલા રોહિત-કોહલી અને ગંભીરની મીટિંગ બની ચર્ચાનો વિષય; જાણો શું છે મુદ્દો

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ શરૂ થવા જઈ રહી છે. જો કે, આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સહિત કોચ અને વિરાટ કોહલીની એક બેઠક બધાની નજરોમાં ચઢી છે. આ બેઠકને લઈને તર્ક વિતર્ક પણ કરવામાં આવી રહ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈમાં રમાવા જઈ રહી છે.

ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એકબીજા સામે ફરીથી ટકરાશે. કારણ કે અગાઉ ભારતે આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાતા પહેલા ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાય તો યોજના કેવી રીતે બદલવી તે અંગે ચર્ચા થઈ હતી. આ ત્રણેય ખેલાડીઓ રવિવારે દુબઈમાં યોજાનારી ફાઈનલ મેચ માટે ઉપયોગમાં લેવાતી પિચ પાસે ઊંડી ચર્ચા કરી હતી.

ભારત દુબઈની પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે કારણ કે, તેણે ટુર્નામેન્ટની તમામ મેચો અહીં રમી છે. પિચ પૂર્વ ચેમ્પિયન્સ માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે શનિવારે ભારતના નેટ સેશન શરૂ થાય તે પહેલાં ત્રણેય ખેલાડીઓએ લગભગ 20 મિનિટ સુધી સિક્રેટ મીટિંગ કરી હતી.

ગંભીર અને રોહિતે પહેલા લગભગ 10 મિનિટ સુધી વાત કરી ત્યારબાદ ભારતીય કેપ્ટને ફૂટ-વોલી રમી રહેલા કોહલીને તેમની સાથે જોડાવા કહ્યું. આ મીટિંગમાં મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ તો યોજનાઓમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવશે તે અંગે ચર્ચા થઈ હશે તેવી માહિતી મળી રહી છે. મેચ દરમિયાન મિડલ ઓવરોમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ લાવીને વિકેટ કેવી રીતે લેવી તે અંગે પણ ચર્ચા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

અત્યાર સુધી દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચો માટે ઉપયોગમાં લેવાતી પિચો ધીમી અને સ્પિનરો માટે વધુ અનુકૂળ રહી છે. જોકે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ સેમિફાઈનલ માટે ઉપયોગમાં લેવાયેલી નવી પિચને કારણે તે કેવી રીતે રમાઈ તે અંગે થોડી મૂંઝવણ ઊભી થઈ છે. જોકે,જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ-તેમ બેટિંગ માટે સ્થિતિ વધુ સારી થતી ગઈ. આ ઉપરાંત ટુર્નામેન્ટની શરૂઆતમાં દુબઈ ઠંડુ હતું પરંતુ આ અઠવાડિયે તે ગરમ થઈ ગયું છે.

આ પણ વાંચો- GST પર મળશે મોટી રાહત! નાણામંત્રી સીતારણે આપ્યા સંકેત; જાણો શું છે સરકારનો પ્લાન

Related Posts

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા
  • August 6, 2025

ICC Awards: શુભમન ગિલે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં રનનો હાઈ રેકોર્ડ બનાવ્યો. તે પોતાના…

Continue reading
IND vs ENG: ટીમ ઇન્ડિયાએ હારેલી બાજીને પલટી, અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું
  • August 4, 2025

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે શ્રેણી 2-2 થી બરાબર કરી. આમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

  • August 8, 2025
  • 12 views
Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 13 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 4 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 33 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 10 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 40 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત