
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલી મોટી બોખ ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગઈ છે, જેના લીધે આસપાસના 15થી 18 ગામોના ખેડૂતોના બોર અને કૂવા રિચાર્જ થશે. આ ઘટનાએ ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ ફેલાવ્યું છે.
પ્રાંતિજની મોટી બોખ છલોછલ
મળતી માહિતી મુજબ પ્રાંતિજના નેશનલ હાઈવે-48 પર શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી મોટી બોખ આ પંથકના 20થી વધુ ગામોની જીવાદોરી સમાન છે. ભારે વરસાદને લીધે બોખ પાણીથી ભરાઈ ગઈ છે, જેના કારણે પીલુદ્રા, રામપુર, કમાલપુર, અનવરપુરા, નવાપુરા સહિતના ગામોમાં ખેતી માટે પાણીની સમસ્યા નહીં રહે. આ સાથે, આ વર્ષે પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની મેધમહેરને કારણે તળાવો અને નદીઓમાં નવાં નીર આવ્યાં છે, જેનાથી પ્રકૃતિ નયનરમ્ય બની છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ સારા વરસાદે પ્રાંતિજ અને આજુબાજુના પંથકના લોકો તેમજ ધરતીપુત્રોમાં આનંદની લાગણી જગાવી છે. મોટી બોખનું ભરાવું ખેડૂતો માટે વરદાનરૂપ છે, જે ખેતીને સમૃદ્ધ બનાવશે અને આ વિસ્તારની આર્થિક સ્થિતિને મજબૂત કરશે.
અહેવાલ : ઉમંગ રાવલ
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી








